શહેરના સંસ્કાર મંડળ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર ધડાકાભેર અન્ય એક કાર સાથે અથડાઈને દુકાનમાં ઘુસી ગઈ હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. જયારે કાર ફસાઈ જતા ફાયર ટીમને જાણ કરાતા ટીમે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. અકસ્માતથી બન્ને કારને ખાસ્સુ નુકશાન થયું હતું. સદનસીબે કોઈપણ જાનહાની સર્જાઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech