ભાવનગર-ધોલેરા માર્ગ પર ભાલ પંથકના માઢિયા ગામ નજીક પૂરપાટ વેગે દોડી રહેલી એક કાર નો અકસ્માત થયો હતો.
અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયેલી વેળાવદર (, ભાલ) પોલીસે હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન અકસ્માતગ્રસ્ત કાર માંથી વિદેશીદારૂનો મસમોટો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર અને દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
અકસ્માત બાદ કારમાં રહેલા શખ્સો દારૂના જથ્થા સમેત કાર મૂકીને નાસી છૂટ્યા હતા. હાલ આ શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech