શહેરના અમદાવાદ હાઇવે પર આજીડેમ ચોકડી પાસે રામવનના ખુણા પાસે રાત્રીના પોલીસે રેઢી પડેલી બોલેરોમાંથી રૂ.1.40 લાખની કિંમતનો 700 લીટર દેશીદારૂનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે બોલેરો કાર અને દેશીદારૂ સહિત કુલ રૂ.3.40 લાખનો મુદામાલ કબજે કરી અહીં દારૂ ભરેલું વાહન રેઢું મૂકી નાસી જનાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજા ની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.રાણા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે રાત્રીના અમદાવાદ હાઇવે પર આજીડેમ ચોકડી પાસે રામવનના ખૂણા પાસેથી રેઢી પડેલી બોલેરો કાર મળી આવી હતી.અંધારૂ હોવાથી બોલેરોને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન લાવ્યા બાદ બોલેરોની તલાશી લેતા તેમાંથી બાચકા મળી આવ્યા હતાં.જેમાંથી રૂ.1.40 લાખનો 700 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે દેશીદારૂનો જથ્થો અને બોલેરો સહિત કુલ રૂ.3.40 લાખનો મુદામાલ કબજે કરી વાહન અહીં રેઢું મુકી નાસી જનાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાળ મજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ
June 11, 2025 06:54 PMઇસ્લામિક દેશો પેલેસ્ટિનિયનોને તમારા દેશમાં વસાવી લો, મુસ્લિમ દેશો પાસે ઘણી જમીન છે: અમેરિકા
June 11, 2025 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech