ગુરુવારે ચિલીના એન્ટોફાગાસ્તામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ચિલીનું એન્ટોફાગાસ્તા શહેર હતું. હજુ સુધી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ચિલી એ વિશ્વના સૌથી વધુ ભૂકંપની સંભાવના ધરાવતા દેશોમાંનો એક છે.
ચિલીના એન્ટોફાગાસ્તામાં ગુરુવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર એન્ટોફાગાસ્તા શહેરથી 265 કિલોમીટર પૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ હતું. ગુરુવારે રાત્રે 9.51 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભૂકંપના આંચકા બોલિવિયા, પેરાગ્વે અને આર્જેન્ટીના સુધી અનુભવાયા હતા.
ચિલી વિશ્વના સૌથી વધુ ભૂકંપની સંભાવના ધરાવતા દેશોમાંથી એક છે. તે પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. આ વિસ્તારમાં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે. આ વિસ્તારમાં ઘણા જ્વાળામુખી ફાટી નીકળે છે. 1960માં ચિલીના વાલ્ડિવિયામાં 9.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
1985માં વાલપરાઈસોમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના કારણે 177 લોકોના મોત થયા હતા. 2010માં 8.8 તીવ્રતાના ભૂકંપ અને ત્યારબાદ આવેલી સુનામીમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા.
જો ભૂકંપના આંચકા અનુભવાય તો શું કરવું?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુવાનનું લીવરની બીમારીથી મોત નિપજ્યાનું પોલીસમાં થયુ જાહેર
June 10, 2025 02:33 PM‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ રહ્યા !
June 10, 2025 02:32 PMમોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર
June 10, 2025 02:31 PMપોરબંદર અડવાણા રોડને વહેલી તકે પહોળો કરવો જરી બન્યો
June 10, 2025 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech