દેવભૂમિ દ્વારકા: ૪૪ મી મહાજન સ્મારક સમુદ્વ હોડી સ્પર્ધા યોજાશે
***
ભાગ લેવા ઈચ્છુક સાહસીકોએ તા. ૦૬ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે
ગુજરાત સરકારશ્રીનાં કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ– ગાંધીનગર દ્વારા આયોજીત હરીઓમ આશ્રમ-નડિયાદ પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભુમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દામજી જેટીથી બેટ દ્રારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસીકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,રૂમ નં. C-1/2, અને C-1/4, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૦૬/૦૧/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech