રાજકોટને ૨૦૮ કરોડના વિકાસકામની ભેટ આપતા મોદી

  • May 27, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાતના શહેરી વિકાસના ૨૦ વર્ષ અનુસંધાને ગુજરાત શહેરી વિકાસ વર્ષના શુભારંભ પ્રસંગે આજે તા.૨૭ને મંગળવારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ.૫,૫૩૬ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૨૦૮.૪૨ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુર્હુતનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ.૨૦૮.૪૨ કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ-ખાતમુર્હુત પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


પીએમના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયેલા વિકાસકામો

વિકાસકામ----રકમ રૂ.

૧.૧૫૦ ફૂટ રિંગ રોડ-૨ ડેવલપ કરવાના કામનું (સ્માર્ટ સિટી થી કટારીયા ચોક-કાલાવડ રોડ) ખાતમુહૂર્ત રૂ.૪૪૭૯.૮૬ લાખ

૨.વગડ ચોક પાળ રોડ પાસે હાલના સ્લેબ કલ્વર્ટને પહોળો કરવાના કામનું ખાતમુહૂર્ત રૂ.૯૯.૬૫ લાખ

૩.ટીપી સ્કીમ નં.-૨૭, એફ.પી. નં.-૨૯(એ)માં આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામનું ખાતમહુર્ત રૂ.૩૯૧.૫૮ લાખ

૪. ટીપી સ્કીમ નં.-૨૭, એફ.પી.નં.-૨૯(એ) માં વોર્ડ ઓફિસ બનાવવાના કામનું ખાતમુહૂર્ત રૂ.૨૬૯.૬૧ લાખ

૫.અમૃત-૨.૦ યોજના હેઠળ, (એસ.પી.એસ.-૨, ભાગ-૧ અને ભાગ-૨)-જામનગર હાઇવેની ઉત્તર તરફના વિસ્તારમાં અને એસ.આર.પી. કેમ્પ અને ગ્રીન લીફ પાસે ડ્રેનેજ હાઉસ કનેક્શન સિસ્ટમ અને રોડ રિસ્ટોરેશન કરવાના કામનું ખાતમુહૂર્ત રૂ.૭૭૭.૯ લાખ

૬.અમૃત-૨.૦ યોજના હેઠળ, (એસ.પી.એસ.-૨, ભાગ-૩)- એફ.સી.આઈ. ગોડાઉન પાસે ઘંટેશ્વર અને ટી.પી. સ્કીમ નં.-૩૩, ડ્રેનેજ હાઉસકનેક્શન સિસ્ટમ અને રોડ રિસ્ટોરેશન કરવાના કામનું ખાતમુહૂર્ત રૂ.૫૩૦.૯૭ લાખ

૭.મુંજકા વિસ્તારમાં સ્વર્ણિમ યોજના હેઠળ, અલગ અલગ ડાયામીટરની ડી.આઈ.પાઈપલાઈન નાખવાનું અને રોડ રિસ્ટોરેશન કરવાનું કામફેઈઝ-૧, (ભાગ-૧)નું ખાતમુહૂર્ત રૂ.૧૩૯૧.૯૨ કરોડ

૮.મુંજકા વિસ્તારમા સ્વર્ણિમ યોજના હેઠળ, અલગ અલગ ડાયામીટરની ડી.આઈ.પાઈપલાઈન નાખવાનું અને રોડ રિસ્ટોરેશન કરવાનું કામ ફેઈઝ-૧, (ભાગ-૨)નું ખાતમુહૂર્ત રૂ.૧૪૨૯.૦૮ લાખ

૯. વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪,૧૭ ના વિસ્તારોમાં ડિઝાઇન રોડ અને સોસાયટીના રોડ મુખ્ય રસ્તાઓનું ડામર કાર્પેટિંગ અને ડામર રિ-કાર્પેટિંગ કરવાનું કામ ખર્ચ રૂ.૩૧૩૧.૪૮ લાખ

૧૦.પારડી મેઇન રોડ પાસે ટી.પી. સ્કીમ નં.૫ ફાઇનલ બ્લોક નં.૨૪૩ માં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાના કામનું ખાતમુહૂર્ત રૂ.૨૬૭૨.૪૫ લાખ

૧૧. માધાપર (ભાગ-૧) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં રોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમ નાખવાના કામ (માધાપર સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડથી દક્ષિણથી પશ્ચિમ બાજુએ)નું ખાતમુહૂર્ત રૂ.૪૩૯.૮૮ લાખ

૧૨. માધાપર (ભાગ-૨-એ) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં રોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમ નાખવાના કામનું (માધાપર સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડથી ઉત્તર-પશ્ચિમ બાજુએ) ખાતમુહૂર્ત રૂ.૨૧૭.૩૧ લાખ

૧૩.માધાપર (ભાગ-૨-બી) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાંરોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમ નાખવાનું કામ (માધાપર સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડથી ઉત્તર-પશ્ચિમ બાજુએ)નું ખાતમુહૂર્ત રૂ.૨૭૪.૫૩ લાખ

૧૪. માધાપર (ભાગ-૪) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાંરોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમ નાખવાના કામનું (માધાપર સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડથી દક્ષિણ-પૂર્વ બાજુએ) ખાતમુહૂર્ત રૂ.૪૩૭.૪૧ લાખ

૧૫.એરપોર્ટ રોડ ઉપર છોટુનગરમાં નવી આંગણવાડી બનાવવાનું કામ તથા દંતોપંત ઠેંગડી પુસ્તકાલયમાં જરૂરી ફર્નિચર તેમજ રીનોવેશન કરવાના કામનું ખાતમુહૂર્ત

રૂ.૬૦.૭૭ લાખ

૧૬.માધાપર (ભાગ-૨-એ) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાંરોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમ નાખવાના કામનું લોકાર્પણ (માધાપર જંકશનથીઉત્તર-પશ્ચિમ બાજુએ) રૂ.૫૭૪.૫૬ લાખ

૧૭.વોર્ડ નં.૫ની વોર્ડ ઓફીસ પાસે આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામનું લોકાર્પણ રૂ.૧૫૮.૫૯ લાખ

૧૮.ટી.પી. સ્કીમ નં.૧૨ (કોઠારિયા), એફ.બી.નં. ૧૫/એના પ્લોટમાં સાઉથ ઝોન ઓફીસ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત રૂ.૩૨૫૪.૦૨ લાખ

૧૯.વેસ્ટ ઝોનમાં વિવિધ રસ્તાઓ પર સેન્ટ્રલ લાઈટીંગના કામનું ખાતમુહૂર્ત રૂ.૨૫૦.૪૭ લાખ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application