ખંભાળિયામાં આશાપુરા માતાજીના મંદિર પાસે રહેતા દિવ્યભાઈ નિલેશભાઈ જોશી નામના ૨૪ વર્ષના બ્રાહ્મણ યુવાન તેમની જી.જે. ૩૭ જે. ૭૫૮૫ નંબરની મોટરકાર લઈને દ્વારકાથી ખંભાળિયા તરફ આવી રહ્યા હતા, ત્યારે કલ્યાણપુરથી આશરે ૪૦ કિલોમીટર દૂર હાબરડી ગામના પાટીયા પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ ટી. ૯૦૫૫ નંબરના એક ટ્રકના ચાલકે દિવ્યભાઈ જોશીની મોટરકાર સાથે અકસ્માત સર્જતા આ મોટરકારમાં વ્યાપક નુકસાની થવા પામી હતી. અકસ્માત સર્જી, આરોપી ટ્રક ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
મોરકંડા પાટીયા પાસે ક્રેટા ગાડીએ ઠોકર મારતા એકસેસ ચાલકને ફ્રેકચર
જામનગર-રાજકોટ હાઇવે મોરકંડાના પાટીયા પાસે છ દિવસ પહેલા ક્રેટા ગાડીના ચાલકે એકસેસ બાઇકને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો જેમાં એકસેસ ચાલકને ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી.
જામનગરના મોરકંડા પુષાર્થ પાર્ક ખાતે રહેતા કોન્ટ્રાકટર પ્રવિણ મઘાભાઇ વાઘેલા (ઉ.વ.૫૦)એ ગઇકાલે પંચ-બીમાં ક્રેટા ગાડી નં. જીજે૧૦ડીએ-૯૭૪૬ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગત તા. ૨૧ના રોજ મોરકંડા ગામના પાટીયા પાસે ક્રેટા ગાડીના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને ફરીયાદીના ભાઇ ગોવિંદભાઇ એકસેસ ગાડી નં. જીજે૨૭સીડી-૧૯૧૬ લઇને રોડ ક્રોસ કરતા હતા ત્યારે સાઇડમાંથી ઠોકર મારી હતી, આ અકસ્માતમાં ફરીયાદીના ભાઇને પાંસડી અને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોચાડી હતી. ફરીયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech