રાજકોટમાં નવી દિલ્હીથી પરત ફરેલા યુવાન સહિત નવને કોરોના, ૪૫ દર્દીઓ સારવારમાં

  • June 06, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં હાલ સુધીમાં કોરોનાના કુલ ૭૭ કેસ નોંધાયા છે જેમાંથી ૩૨ દર્દીઓ સાજા થયા છે. દરમિયાન આજે વધુ ૯ કેસ મળતા આજની સ્થિતિએ ૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આજરોજ મળેલા નવા ૯ કેસની વોર્ડ વાઇઝ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, આજે (૧) વોર્ડ નં.૧માં ગાંધીગ્રામ વિસ્તારમાં ૭૪ વર્ષીય પુરૂષ (૨) વોર્ડ નં.૮માં લક્ષ્મીનગર વિસ્તારમાં ૬૨ વર્ષીય સ્ત્રી (૩) વોર્ડ નં.૧૩ની કે.જે.સોસાયટીમાં ૧૦ વર્ષીય બાળક (૪) વોર્ડ નં.૮માં નાના મવામાં અમદાવાદના પ્રવાસેથી પરત ફરેલા ૪૨ વર્ષીય પુરૂષ, (૫) વોર્ડ નં.૨માં પ્રગતિ સોસાયટીમાં ૫૪ વર્ષીય પુરૂષ (૬) વોર્ડ નં.૧૭માં અયોધ્યા સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાન (૭) વોર્ડ નં.૩માં જામનગર રોડ ઉપર સુરતના પ્રવાસેથી પરત ફરેલા ૭૫ વર્ષીય પુરુષ (૮) વોર્ડ નં.૮માં સરસ્વતી સોસાયટીમાં નવી દિલ્હીના પ્રવાસેથી પરત ફરેલા ૪૮ વર્ષીય પુરૂષ તેમજ (૯) વોર્ડ નં.૧૪માં અવંતિકા પાર્કમાં ૬૩ વર્ષીય સ્ત્રી સહિતના ૯ કેસ સમાવિષ્ટ છે. આ તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.

મ્યુનિ.આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી- છીક દરમિયાન નાક-મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો-મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application