નામચીન બુટલેગર પ્રતીક ચંદારાણાએ માંડા ડુંગર પાસે સદગુ પાર્ક પાસે શિવમ સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે જઈ પોતે જેલમાં ગયો હોય તેનો ખર્ચેા માંગી ઝઘડો કર્યેા હતો જેથી ડરી જઈ યુવાન તથા તેનો પરિવાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે દાદાના ઘરે ચાલ્યો ગયો હતો દરમિયાન રાત્રિના પ્રતિક તથા તેના ત્રણ સાથીદારોએ અહીં નંબર પ્લેટ વગરની બોલેરો કારમાં ધસી આવી યુવાન તેની માતા તથા તેના ભાઈઓ પર હત્પમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.પોલીસે આ હત્પમલા પ્રકરણમાં નામચીન પ્રતિક ચંદારાણાને ઝડપી લીધો છે.જયારે તેના ત્રણ સાથીદારોની શોધખોળ યથાવત રાખી છે.
આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર નજીક શિવમ સોસાયટીમાં રહેતા હિરેન મહેશભાઈ ગરચર (ઉ.વ ૨૨) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુવારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા પ્રતીક દિલીપભાઈ ચંદારાણા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,સાતેક માસ પૂર્વે તેમના જ લતામાં રહેતા પ્રતીક ચંદારાણાને નરેશભાઈ સાથે મારામારી થઈ હતી. જે ગુનામાં ત્રણેક મહિના સુધી જેલમાં રહ્યા બાદ પ્રતીકે છૂટી આ મારામારીના કેસમાં જેલમાં ગયાનો ખાર ફરીયાદી પર રાખી નરેશ સાથે ફરિયાદીને કોઈ લેવાદેવા ન હોવા છતાં જેલમાં થયેલા ખર્ચ અને ઘર ખર્ચના પિયાની માંગણી કરી હેરાન કરતો હોય મંગળવારે પણ તે ઝઘડો કરવા લાગતા અને હાથાભાઈ કરતા આ શખસથી ડરી ફરિયાદી ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી નજીક શેરીમાં રહેતા તેના દાદા રમેશભાઈ ગોવિંદભાઈ ગળચરના ઘરે રોકાવા આવી ગયા હતા.
દરમિયાન રાત્રિના હિરેન તથા તેનો પરિવાર તેના દાદાના ઘરે હતા ત્યારે ત્રણેક વાગ્યા આસપાસ નંબર પ્લેટ વગરની કાળા કલરની બોલેરો કારમાં પ્રતિક તથા તેની સાથે ત્રણ અજાણ્યા શખસો અહીં ધસી આવ્યા હતાં બોલેરોમાંથી હોકી કાઢી અહીં ઘર પાસે આવી ફરિયાદીના માતાને કહેવા લાગ્યા હતા કે જેલ ખર્ચના પિયા આપવા છે કે નહીં બાદમાં હોકી લઇ ફરિયાદીની માતાને મારવા દોડતા ફરિયાદી વચ્ચે પડતા તેને હિરેનને હોકી વડે માર માર્યેા હતો.યુવાનની માતાને ધમકી આપવા લાગ્યો હતો કે તમે પિયા નહીં આપો તો હત્પં તમને શાંતિથી જીવવાની દઉં. ત્રણેય દીકરાને જાનથી મારી નાખીશ બાદમાં પ્રતીક સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદીના બંને ભાઈને ઢીકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ શખસો અહીંથી નાસી ગયા હતા.
બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઇ એસ.એસ.રાણેની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આરોપી પ્રતિક દિલિપભાઇ ચંદારાણાને ઝડપી લીધો હતો.પોલીસે આ ગુનામાં તેની સાથે રહેલા અન્ય ત્રણ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech