રાજકોટ મહાપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાની ઓએમઆર શીટ આજથી વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની મહેકમ શાખાના મેનેજરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા ગત તા.૪-૫-૨૦૨૫ના રોજ જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ હતી. જેની પ્રોવિઝનલ આન્સર કી મહાપાલિકાની વેબ ઉપર પ્રસિધ્ધ કરાઇ હતી તેમજ તા.૨૩-૫-૨૦૨૫ સુધીમાં વાંધા સુચનો મંગાવવામાં આવેલ છે. બાદમાં આજરોજ તા.૧૫-૫-૨૦૨૫ના રોજ જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાની ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન (ઓ.એમ.આર.) ડાઉનલોડ કરવા અંગેની લીંક રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પર મુકવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારોને નોંધ લેવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech