ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાન હવે ગભરાટમાં છે. અગાઉ પાકિસ્તાન સરકારના આર્થિક સલાહકાર વિભાગ દ્વારા એક્સ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને વિશ્વ બેંક પાસેથી લોન માંગી રહ્યું છે. હવે આ પછી પાકિસ્તાન પોતાના જ નિવેદનથી પાછળ હટી ગયું છે અને કહી રહ્યું છે કે તેણે આ પ્રકારનું કંઈ પોસ્ટ કર્યું નથી.
હવે પાકિસ્તાન સરકારે દાવો કર્યો કે તેનું એક્સ હેન્ડલ ‘હેક’ થઈ ગયું છે. પાકિસ્તાનના આર્થિક બાબતોના મંત્રાલયે કહ્યું કે તેણે એક્સ પર આવી કોઈ પોસ્ટ કરી નથી અને દાવો કર્યો કે તેનું એક્સ એકાઉન્ટ હેક થઈ ગયું છે.
આ પોસ્ટમાં પાકિસ્તાન ભારતના હુમલા પછી વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી વધુ લોનની માંગ કરી રહ્યું છે. પાકિસ્તાન કહે છે કે યુદ્ધ વધી રહ્યું છે અને શેરબજારમાં ગગડી રહ્યું છે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી મદદ કરવા વિનંતી કરીએ છીએ. આ પોસ્ટમાં રાષ્ટ્રને અડગ રહેવા વિનંતી કરવામાં આવી હતી.
આ પોસ્ટ આજે વોશિંગ્ટનમાં પાકિસ્તાન માટે બેલઆઉટ પેકેજ પર નિર્ણય લેવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ) ની મહત્વપૂર્ણ બેઠક પહેલા આવી છે.
પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બચાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ) ની બેઠક યોજાવાની છે. આને ધ્યાનમાં રાખીને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આઈએમએફમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વૈશ્વિક સંસ્થાની બોર્ડ મીટિંગ દરમિયાન દેશનો પક્ષ રજૂ કરશે. તેમણે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે મને ખાતરી છે કે આપણા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech