જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર જોરદાર વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ, સાંબા, પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હું જ્યાં છું ત્યાંથી વિસ્ફોટોના અવાજો સમયાંતરે આવી રહ્યા છે.
આ સાથે સીએમ ઓમર અબ્દુલ્લાએ લોકોને પોતાના ઘરોમાં રહેવાની અપીલ કરી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, "જમ્મુ અને તેની આસપાસના તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે તેઓ ઘરે અથવા નજીકના સ્થળે રહે જ્યાં આગામી થોડા કલાકો માટે આરામથી રહી શકાય. અફવાઓ પર ધ્યાન ન આપો, પાયાવિહોણી કે ખોટી વાતો ફેલાવશો નહીં. સાથે મળીને આપણે આ પરિસ્થિતિનો સામનો કરીશું."
જમ્મુના સાંબાથી પણ બ્લેકઆઉટના સમાચાર આવી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો, સાંબાના આકાશમાં પણ સતત અવાજો સંભળાઈ રહ્યા છે. બીજી તરફ, સેનાએ આ કેવા પ્રકારનો અવાજ છે તેની તપાસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, જમ્મુના પૂંછમાં બંને બાજુથી ભારે ગોળીબાર શરૂ થયો છે. એલઓસી પરથી તોપમારો અને મશીનગન ફાયરના અવાજો આવી રહ્યા
છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech