બુટલેગરો ફરાર
દ્વારકાથી આશરે 15 કિલોમીટર દૂર વસઇ ગામની સીમ વિસ્તારમાં રહેતા કુંભાભા વાઘેર નામના એક શખ્સના કબજાના ખેતરમાં દ્વારકાના ડીવાયએસપી સ્ટાફ દ્વારા મોડી રાત્રીના સમયે કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં આ સ્થળે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી.
દેશી દારૂની આ ભઠ્ઠીમાંથી પોલીસે 2760 લીટર દારૂનો કાચો આથો, 100 લીટર દારૂ બનાવવાનો બળેલો આથો, 20 લીટર દારૂ, અખાદ્ય ગોળના 10 ડબ્બા, ત્રાંબાની નળી, ગેસનો ચૂલો, ગેસ સિલિન્ડર, વિગેરે મળી, કુલ રૂપિયા 1,72,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જો કે આ દરોડા દરમિયાન આરોપી કુંભાભા વાઘેર અને લખમણભા નથુભા માણેક પોલીસને હાથ લાગ્યા ન હતા. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
દિવાલ પરથી પટકાતા લાલુકાના પ્રૌઢનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના લાલુકા ગામના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા આલાભાઈ વીરાભાઈ વસરા નામના 55 વર્ષના પ્રૌઢ રવિવારે સવારના સમયે મગફળીનો ભૂકો ઢાંકવા માટે એક કાચી દિવાલ પર ચડ્યા હતા. તેઓ પ્લાસ્ટિક વડે ભૂકો ઢાંકી રહ્યા હતા, તે દરમિયાન તેમનો પગ દીવાલ પરથી લપસી જતા તેઓ નીચે પટકાઈ પડ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સામતભાઈ આલાભાઈ વસરા (ઉ.વ. 25) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech