ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે શહેર પોલીસ દ્રારા આગામી મકરસંક્રાંતિના તહેવારને લઈ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ખરીદ વેચાણને લઈ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન શહેર પોલીસે રેલનગર વિસ્તાર લાલપરી અને ભગવતીપરા વિસ્તારમાંથી કુલ ચાઈનીઝ દોરીની ૯૨ ફીરકી સાથે સગીર સહીત ત્રણ શખસોને ઝડપી લે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર. વસાવાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એ. બેલીમ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા અને રવિભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે રેલનગર વિસ્તારમાં ૮૦ ફટ રોડ પર પેટ્રોલ પપં સામે પેસિફિક સ્ટાર બિલ્ડીંગ સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની ૫૩ ફીરકી સાથે રાહત્પલ બીપીનભાઈ બાટવીયા(ઉ.વ ૨૪ રહે. સુભાષચદ્રં બોઝ આવાસ યોજના કવાર્ટર, રેલનગર) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી પિયા ૬,૫૫૦ ની કિંમતની આ દોરી કબજે કરી આરોપી સામે જાહેરનામા ભગં અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજાની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં દરમિયાન શહેરના લાલપરી રોડ પર પંચનાથ સોસાયટી–૨ ના ગેટ પાસેથી પોલીસે ૧૭ વર્ષના સગીરને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચાઈનીઝ દોરીની ૩૪ ફીરકી સાથે ઝડપી લીધો હતો. પોલીસે પિયા ૫૧૦૦ ની કિંમતની આ દોરી કબજે કરી આરોપી સામે જાહેરનામા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ભગવતીપરા પુલ પાસે બીઆરટીએસ બસ સ્ટોપ નજીકથી મુસ્તાક ગુલમહમદભાઈ આગવાન (ઉ.વ ૨૬ રહે. ભગવતીપરા) ને ચાઈનીઝ દોરીની પાંચ ફીરકી સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech