કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા તેના નિર્ધિરિત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે. અહેવાલ અનુસાર રાહુલ ઉત્તરપ્રદેશમાં તેમની યાત્રાનો સમય ઘટાડશે. તેઓ યુપીના ઘણા ક્ષેત્રોને આ યાત્રાથી બાકાત રાખી શકે છે. જેમાં મોટાભાગે પશ્ચિમ ઉત્તરપ્રદેશના જિલ્લાઓને પડતા મૂકવામાં આવી શકે છે. અગાઉના કાર્યક્રમ મુજબ, રાહુલ ગાંધીની આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થવાની હતી પરંતુ હવે તે 10 થી 14 માર્ચની વચ્ચે સમાપ્ત થઇ શકે છે એટલે કે તેના નક્કી કાર્યક્રમથી 8થી 10 દિવસ પહેલાં જ પૂરી થઇ જશે.
અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અનેક વિસ્તારોને બાકાત રાખી શકે છે. પાર્ટીના આંતરિક સૂત્રોનું પણ કહેવું છે કે યાત્રા નિર્ધિરિત સમય કરતાં ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા સમાપ્ત થશે. હવે આ યાત્રા લખનઉથી અલીગઢ અને પછી આગ્રા જશે. જેમાં પશ્ચિમ યુપીના કેટલાક જિલ્લાઓને છોડી દેવાશે. ત્યારબાદ ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશ તરફ રવાના થઇ જશે. ખાસ વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધનના ભાગીદાર રાષ્ટ્રીય લોકદળ એટલે કે જયંત ચૌધરીની આરએલડી પશ્ચિમ યુપીમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. એવા અહેવાલો છે કે આરએલડી હવે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) નો ભાગ બની શકે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વિપક્ષી ગઠબંધન છોડીને એનડીએમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએઈમ્સ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ સિક્સલેન વિજયભાઈની દેન, રાજકોટ હવે મેગા સિટીની હરોળમાં
June 13, 2025 06:11 PMસલાયામાં જુદા જુદા બે પ્લોટના વેચાણ સંદર્ભે છેતરપિંડી સબબ ફરિયાદ
June 13, 2025 10:17 AMજુવાનપુરના ત્રણ શખ્સો દ્વારા વિપ્ર યુવાન સાથે છેતરપિંડી
June 13, 2025 10:14 AMકોઈ પણ કામ હાથમાં લેતા પહેલા આ મંદિરે વિજયભાઈ રૂપાણી દર્શન કરવા આવતા
June 13, 2025 09:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech