રાજકોટ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલને અહીં રેલવે સ્ટેશનમાં જ તત્કાલ કાઉન્ટર પાસે પિયા ૧૦,૦૦૦ ની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. મોબાઈલ ચોરીમાં ઝડપાયેલા આરોપીને હેરાન ન કરવા માટે આરોપીના ભાઇ પાસે લાંચની આ રકમ માંગી હતી. દરમિયાન જામનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર વેલાભાઈ ડાયાભાઈ મુંધવાને આજરોજ જામનગર એસીબીની ટીમે અહીં રેલવે સ્ટેશનમાં તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર પાસે . ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.
આ બાબતે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ફરિયાદીના ભાઈને ત્રણેક માસ પૂર્વે અગાઉ રેલવે પોલીસે મોબાઈલ ચોરીમાં એક શખસને પકડી પાડો હતો તે સમયે હેડ કોન્સ્ટેબલે આ આરોપીના ભાઇનો સંપર્ક કરી તેને આરોપી એવા તેના ભાઇને હેરાનગતિ નહીં કરવા માટે ચાર્જશીટ સાથે રજૂ કરતી વખતે પિયા ૧૦,૦૦૦ વહીવટ પેટે આપવા માટે કહ્યું હતું.
ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોય જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યેા હતો બાદમાં એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ પીઆઇ આર.એન.વિરાણીની રાહબરી હેઠળ જામનગર એસીબીની ટીમે અહીં રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેપ ગોઠવી હતી અને હેડ કોન્સ્ટેબલ વેલા મુંધવા લાંચની આ રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech