રાજકોટના વાતાવરણમાં અચાનક પલ્ટો, બજરંગવાડી, જામનગર રોડ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

  • June 07, 2025 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કેટલાક દિવસોથી અસહ્ય બફારો અને ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે આજે સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. બપોર પછી અચાનક વાચાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. અચાનક જ ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડવા લાગી હતી અને ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જોતજોતામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાવા લાગ્યા હતા.


વાતાવરણમાં ઠંડક પ્રસરી

શહેરના જામનગર રોડ, બજરંગનગર, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી વહ્યા છે. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application