જામનગરના પરિવાર દ્વારા ભુલથી જમા થયેલ ૧૦ હજાર પિયા પોરબંદરના પરિવારે પરત કર્યા હતા.પોરબંદર જિલ્લાના બોખીરા હાડી સમાજ પ્રમુખ પરબતભાઈ મંગાભાઈ મકવાણા એ એવુ જણાવ્યુ હતુ કે તેમના પાટલાસાસુના બેન્કના બંધ એકાઉન્ટમાં જામનગરના પરિવાર દ્વારા ભુલથી ગુગલ પે મારફતે ૧૦ હજાર પિયા જમા થયા હતા. તારીખ ૯-૫-૨૦૨૫ ભૂલથી પિયા ૧૦૦૦૦ જામનગર નિવાસી વોરા પરિવારના મુસ્તાફાભાઈ ત્રિવાડી દ્વારા ભૂલથી પોરબંદરના માલીબેન હીરાભાઈ દલના બરોડા બેંક એકાઉન્ટમાં જમા આવેલ હોય જેની જાણ પરબતભાઇને થતા માલીબેન હીરાભાઈ દલનું ખાતુ લાંબા સમયથી બંધ હોવાના કારણે તેની પ્રોસેસ કરી ચાલુ ખાતું કરાવ્યુ હતુ અને ા.૧૦,૦૦૦ ઉપાડી મુસ્તફા ભાઈના સગાને બોલાવી હાડી સમાજ કોમ્યુનિટી હોલમાં માલીબેનના ખાતામાં આવેલ રકમ પરત કરેલ જેમા હાડી સમાજ પ્રમુખ પરબતભાઈ મંગાભાઈ, મકવાણા આગેવાન વિરમભાઈ દેવાભાઈ વાઘેલા, રવિભાઈ સાદીયા, ધર્મેન્દ્રભાઈ પરબતભાઈ મકવાણા, ક્રિષ્નાબેન મકવાણા, માલીબેન દલે પૂરી ઈમાનદારીથી સેફુદીન ભાઈને રકમ પરત કરેલ છે. ત્યારે તેમની આ પ્રામાણિકતાને બિરદાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech