એસ્ટ્રોન ચોક પાસે બિલ્ડિંગમાંથી રૂપિયા ૫૪ હજારની મત્તાની ચોરી

  • June 06, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના એસ્ટ્રોન ચોક નજીક આવેલ સાર્થક સ્કવેર બિલ્ડિંગમાં કેબલ અને લેપટોપ સહિત રૂ. 54,500 ની મત્તા ચોરી થયા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.


ચોરીના આ બનાવ અંગે મૂળ ભાવનગરના વતની અને હાલ એસ્ટ્રોન ચોક નજીક સાર્થક સ્કવેર કોમર્શિયલ બિલ્ડીંગના પહેલા માળે રહેતા ભાવિકભાઈ રાકેશભાઈ ડોબરીયા(ઉ.વ ૨૬) એ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સ્વરા બિલ્ડકોન કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગઇ તા.૨૭/૦૫/૨૦૨૫ ના રાત્રીના નવ વાગ્યે તે સાર્થક સ્કેવર બીલ્ડીંગમાં આવેલી ઓફીસનુ કામ પૂરૂ કરી પોતાનું બ્લુ કલરનું બેગ લઈ તે બેગમાં લેનોવો કંપનીનું બ્લુ કલરનું લેપટોપ જેની કિંમત રૂ. 35 હજાર લઈને તે જ બીલ્ડીંગ મા આવેલ પહેલા માળે રૂમ નં.૧૦૧ મા આવી ગયો હતો. બાદમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે રૂમના દરવાજાને આગડિયો મારીને છત ઉપર સુવા જતો રહ્યો હતો.


બાદમાં બીજા દિવસે તા. ૨૮/૦૫/૨૦૨૫ ના સવાર ના આઠ વાગ્યે બીલ્ડીંગના પ્રથમ માળે આવેલ રૂમમાં જઈને અંદર જોતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતા. બાદમાં લેપટોપ બેગ ચેક કરતા તેમાં રાખેલ મારૂ લેપટોપ મળી આવેલ ન હતું. જે બાદ તુરત જ તેણે પોતાના શેઠ પીનાકભાઇ પોપટને ફોન કરેલ હતો પણ તેમનો ફોન રિસીવ નહિ થતાં કોન્ટ્રાકટર ધ્રુવીતભાઇ જીતેંદ્રભાઈ સરધારાને ફોન કરી બનાવની જાણ કરી હતી.


બાદમાં સાડા નવ વાગ્યાં આસપાસ કોન્ટ્રાકટર ધ્રુવીતભાઈ આવી જતાં તેમણે બિલ્ડીંગમાં તપાસ કરતા બીજા માળ ઉપર લોબીમાં રાખેલ આર. આર.કંપનીના કેબલના ૨.૫. એમ.એમ. ૨૦૦ મીટરના નંગ ૧ જેની કિંમત રૂ. 5 હજાર, આર.આર.કંપનીના ૨.૫. એમ.એમ. ૯૦ મીટરના બોક્સ નંગ ૪ ની કિંમત રૂ.૧૧ હજાર, આર.આર.કંપનીના એમ.એમ. ૨૦૦ મીટરના બોક્સ નંગ ૧ જેની કીમત રૂ. 2300, આર. આર.કંપની એમ.એમ. ૯૦ મીટરના બોકસ નંગ ૧ જેની કીમત રૂ. ૧૨૦૦ એમ મળી કુલ રૂ. ૧૯,૫૦૦ ના વાયર મળી આવ્યા ન હતા. જેથી યુવકે લેપટોપ અને વાયર મળી કુલ રૂ. ૫૪,૫૦૦ની મત્તા ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application