સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સુચના હેઠળ ડીવાયએસપી કે.ટી. કામરીયાના સુપરવિઝનમાં દારૂ-જુગારની બદી ડામવા એસએમસીની ટીમ પ્રયત્નશીલ હતી. દરમિયાન પીઆઈ આર.કે.કરમટાની ટીમને બાતમી મળી હતી કે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્થિત ધ લાયન ક્લબ ફાર્મ એન્ડ રિસોર્ટ ખાતે ક્રિકેટ સટ્ટાનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. જેથી એસએમસીની ટીમ તાલાળા પંથકમાં પહોંચી અહીં રિસોર્ટમાં ક્રિકેટ સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી ચિરાગ ખોડાભાઈ પટેલ(રહે. ચાણસ્મા, પાટણ) અને વિશાલ કનુ પટેલ(રહે.ચાણસ્મા, પાટણ)ની ધરપકડ કરી હતી. એસએમસીએ રોકડ 46,160 તેમજ છ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 66,810 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ક્રિકેટ સટ્ટાના આ નેટવર્કમાં સંડોવાયેલમાં જેમાં આઇડી આપનાર સુનિલ નારાયણ પટેલ (રહે ચાણસ્મા), પૈસાની લેતી દેતી કરનાર યોગેશ નારાયણ પટેલ (રહે ચાણસ્મા), પરાગ (ચાણસ્મા), અવચિત, ગૌરવ, સતિષભાઈ, દિલીપભાઈ, ગનીભાઈ, ધમભાઈ (મહેસાણા), બકાજી (મહેસાણા), રાધે (કડી), અજીત (ધીણોજ), સંજય ઉર્ફે પપ્પુ (ચાણસ્મા), રમેશ (ચાણસ્મા), હરિભાઈ (પાટણ), વનરાજ (પાટણ), હિમાંશુ (સુરત) અને અનિલ સુરત એમ મળી કુલ 18 શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech