સારા અલી ખાન નવા વર્ષના પહેલા સોમવારે શ્રીસૈલમમાં સ્થિત મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચી હતી. દર્શન કર્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા.બોલીવુડ અભિનેત્રી ભગવાન ભોલેનાથની મોટી ભક્ત છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર ભોલેનાથના મંદિરમાં માથું ટેકવાના ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રી નવા વર્ષના પહેલા સોમવારે મહાદેવના દ્વાર પહોંચી અને માથું ટેકવ્યુ હતું.
સારા અલી ખાન આ અગાઉ કેદારનાથ, ઉજ્જૈનના મહાકાળ અને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવાના ફોટા શેર કરી ચૂકી છે. અમરનાથ ગુફાના દર્શનના વીડિયો પણ તેણે શેર કરેલા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા છેલ્લે 'મર્ડર મુબારક' ફિલ્મમાં જોવા મળી હતી. તેમાં તેની સાથે કરિશ્મા કપૂર અને વિજય વર્મા પણ હતા. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી લોકોને ઘણી આશાઓ હતી. પરંતુ ફિલ્મ જોયા બાદ લોકોએ તો જાણે માથા પછાડ્યા. આ અગાઉ વિક્કી કૌશલ સાથે 'જરા હટકે જરા બચકે' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ લોકોને પસંદ પડી હતી. જલદી સારા અક્ષયકુમાર સાથે 'સ્કાય ફોર્સ'માં જોવા મળશે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech