ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોડિયા તાલુકાના ૯ ગામોના સરપંચ થયા બિનહરીફ

  • June 10, 2025 03:54 PM 


ગઈકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટેના ઉમેદવારી નોંધવા માટે આખરી દિવસ હતો. ગઈકાલે ફોર્મ ફરવાની છેલ્લી તારીખ હતી જેમાં જામનગરની પંચાયત કચેરી ખાતે બહોળી સંખ્યામાં સરપંચો ઉમેદવારી નોંધાવા પોહચ્યા હતાં તેમજ કેટલા તાલુકાના ગામોમાં સર્વાનુમતે સમરસ યોજી અને સરપંચોને બિનહરીફ જાહેર કર્યા છે. જેમાં જોડિયા તાલુકામાં ૯ ગામોના સરપંચ બિનહરીફ થયા છે તેમજ હજુ ફોર્મ પણ પાછા ખેંચાશે તેવી અટકળો સાંભળવા મળી રહી છે.


જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ૯ ગામોના સરપંચ બિનહરીફ થયા છે. સર્વાનુમતે ગામોમાં સમરસ યોજી ગામના આગેવાનો તેમજ વડીલોના માર્ગદર્શન લઈ એક સરપંચને બિનહરીફ કરાયા છે. જેમાં જીરાગઢ,માવનું ગામ,વાવડી,બાલાચાડી, મોરાણા, લીંબુડા, લખતર, માણામોરા, તેમજ હડિયાણા આમ ૯ ગામોના સરપંચ બિનહરીફ થયા છે. તે બદલ ગ્રામજનો દ્વારા તેમજ ઠેર ઠેર થી સરપંચોને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે. 


જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં ગુર્જર ક્ષત્રિય સમાજ હાલાર વિભાગના પ્રમુખ,જોડિયા તાલુકાના પૂર્વ ઉપ પ્રમુખ,અને જોડિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડના પત્ની પ્રફુલાબેન રાઠોડને જીરાગઢ ગ્રામ પંચાયતમાં બિનહરીફ સરપંચ પદે વર્ણી કરવામાં આવી છે. જીરાગઢ ગ્રામ પંચાયતમાં સતત ત્રણ ટર્મ ઘનશ્યામભાઈ રાઠોડ અને ચોથી ટર્મમાં તેમના પત્ની પ્રફુલાબેન રાઠોડની વરણી થઈ છે.


તેમજ જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી હોય જેમાં સરપંચ પદના ઉમેદવાર ભાવેશ કાનાણીને હડીયાણા ગામના સરપંચ તરીકે બિનહરીફ નિમણૂક કરાઈ છે.


જોડિયા તાલુકાના લખતર ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણી અંગે સમરસ કરવામાં આવ્યું હતું જેમાં સહુની સહમતી કરી સર્વાનુમતે લખતર ગ્રામપંચાયતના પ્રમુખ તરીકે દિનેશ ગમારાની નિમણૂક કરાઈ છે.  

​​​​​​​ગ્રામ પંચાયતની ૨૦૨૫ની ચૂંટણી અંગે મોરાણા ગામના દરેક સમાજના આગેવાનો વડીલો અને યુવાનોએ સૂઝબૂઝથી મોરાણા સરપંચની ચૂંટણી બિનહરીફ કરી ગામની એકતા અને સમરસતા જાળવી રાખવા તેમજ ગ્રામ પંચાયતની બોડીમાં મહિલા આગેવાનોને આગળ રાખી તેમજ આગવી ઓળખ ઉભી કરનાર મહિલાઓનું સમર્થન લઈ તેમજ સર્વાનુમતે સરપંચ તરીકે જનરલ સીટ પર દલિત સમાજના શાંતાબેન પુનાભાઈ વધોરાને બિનહરીફ સરપંચ પદના ઉમેદવાર જાહેર કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application