શહેરમાંથી સાત જેટલા શખ્સોની સાયબર ક્રાઈમના ગુનામાં ધરપકડ કરવામાં આવતા ભારે ચકચાર મચી હતી. એક જ દિવસમાં સાયબર ગુનાને લઈ ઓરિસ્સા અને સુરત પોલીસે નિલમબાગ પોલીસ મથક વિસ્તારમાંથી પાંચ અને ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારમાંથી બે આરોપીને ઉપાડી લીધા હતા.
શહેર તેમજ જિલ્લામાં રહેતા સાત જેટલા શખ્સોએ જુદા જુદા લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ આચરી, ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. જે મામલે સુરત પોલીસ તેમજ ઓરિસ્સા પોલીસે ભાવનગર શહેરમાં ધામા નાખ્યા હતા અને નિલમબાગ પોલીસ મથકના વિસ્તારમાંથી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરતના વરિષ્ઠ નાગરિકને ફોન કરી અને ડરાવી-ધમકાવી ૧૬. ૫૫ લાખ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાના કેસમાં ભાવનગરના પૂર્વ જૂનિયર બાસ્કેટ બોલ ખેલાડી
પરમવીરસિંહ, કિશનકુમાર પટેલ (શેર બ્રોકર) અને રાજુ પરમાર (બેંક ખાતા ભાડે અપાવનાર)ને ઝડપી લીધા હતા. કરવામાં આવી હતી.
સાયબરના ગુનામાં ઓરિસ્સા પોલીસે રૂા. ૨ કરોડથી વધુની ઠગાઈ મામલે નિલમબાગ પોલીસ મથકે લાવી ગોહિલ વિશ્વરાજસિંહ ભરતસિંહ, વાઘેલા મયુરસિંહ અરવિંદસિંહ (રહે. બંન્ને અમરગઢ જીથરી)થી ધરપકડ કરી હતી. તેમજ ઘોઘારોડ પોલીસના વિસ્તારમાંથી ધ્રુવ વિજયભાઈ ખોખાણી (રહે. કુંભારવાડા, રામદેવનગર), યોગેશ હરજીભાઈ કંટારીયા (રહે. આનંદનગર, દવાખાના પાસે)ની પણ ધરપકડ કરી અતિ અને તમામ આરોપીઓને ઓરિસા લઈ જવાયા હતા. આમ સાયબર છેતરપિંડીના મામલે ભાવનગરમાંથી સાય શખ્સોને ઓરીસા પોલીસે ઉપાડી લેતા ભારે ચકચાર મચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં બકરી ઇદ પર લોકો 91 લાખ પ્રાણી ઓહિયા કરી ગયા
June 11, 2025 01:05 PMજામનગરનો વધુ એક યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો
June 11, 2025 01:01 PMખંભાળિયામાં તૈલી નદી કાંઠે છ દુકાનનું ડિમોલિશન કરાયું
June 11, 2025 12:58 PMઆજે જગતમંદિરમાં ઠાકોરજીને ખુલ્લા પડદે જયેષ્ઠાભિષેક કરાયો
June 11, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech