રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પર આજથી આખરે સાત ફલાઈટસ ઉડાન ભરવા જઈ રહી હોવાની માહિતી એરપોર્ટ ઓથોરિટી દ્રારા મુસાફરોને જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ગઈકાલની સવારની અને સાંજની મળીને ત્રણ ફલા,ટ કેન્સલ થતાં મુસાફરોમાં અસમંજસ જોવા મળી રહી છે. તેની વચ્ચે સવારથી ઉડાન ભરનારી ફલાઈટસ શેડુલ કરતા એકથી દોઢ કલાક મોડી ઉડાન ભરી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પર ફરી એક વખત વિમાની સેવા પૂર્વવત કરવામાં આવી છે.
ભારત–પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થયા બાદ સમગ્ર ગુજરાતના ૭ એરપોટની ફલાઈટસ ચાલુ કરવાની જાહેરાત વચ્ચે ઘણી ફલાઈટસ છેલ્લ ી ઘડીએ રદ થતાં હજારો મુસાફરો અટવાયા હતા. તેની વચ્ચે રાજકોટમાં આજથી ૭ ફલાઈટસ તો રદ કરવામાં આવી છે. પરંતુ સવારની બે ફલાઈટસ તેના શેડયુલ કરતા એકથી દોઢ કલાક મોડી પહોંચી હતી. જેમાં મુંબઈ–રાજકોટ–મુંબઈની ફલાઈટે ૯ના બદલે ૧૦ વાગ્યે ઉડાન ભરી હતી. આ ઉપરાંત પુણે–રાજકોટ–પુણેની ફલાઈટ પણ એક કલાક મોડી આવવાની જાણ મુસાફરોને કરી દેવામાં આવી છે.
ભારત–પાકિસ્તાન વચ્ચે યુદ્ર જેવી પરિસ્થિતિ નિર્માણ થતાં સ્થાનિક હવાઈ સેવા ખોરંભે પડી છે. અઠવાડિયા બાદ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પર ગઈકાલે સવારની એક ફલાઈટ રદ થયા બાદ બપોરની એક ફલાઈટ પણ છેલ્લ ી ઘડીએ રદ થતાં ૫૦૦થી વધુ મુસાફરો અટવાયા હતા. ત્યારે આજે એરપોર્ટ ઓથોરિટી દ્રારા ફલાઈટનું શેડયુલ તો જાહેર કરાયું છે પણ તમામ ફલાઈટ સમય કરતા મોડી ઉડાન ભરશે તેવી માહિતી મળી રહી છે.
યુદ્રની પરિસ્થિતિને લઈને ખાસ કરીને નોર્થ અને વેસ્ટના એરપોર્ટ બધં કરવામાં આવ્યા હતા. જેના કારણે તમામ ફલાઈટના શેડયુલ વાયા બોમ્બે કરવામાં આવ્યા હતા જેને ફરીથી પૂર્વવત કરવાના કારણે ફલાઈટ એકથી દોઢ કલાક મોડી પડી રહી હોવાનું એરપોટર્ઠના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમજ સોમવાર સુધીમાં સમયસર થઈ જશે તેવી સંભાવના છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech