ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની વાટ જોવાઇ રહી છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ રાજ્યના પ્રવાસે છે. આવી પરિસ્થિતિમાં, પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ અંગે મહત્વની ચર્ચાઓ ચાલી રહી હોવાની સંભાવના છે.પ્રદેશ પ્રમુખ માટેના નામો ચર્ચામાં, હોય તે સિવાય નો કોઈ નવો ચહેરો આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી સમાજની વ્યક્તિની પસંદગી થાય તેવા સંકેત મળી રહ્યા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદ માટે ઘણા નામો ચર્ચામાં છે. પાર્ટી સંગઠનના મજબૂત નેતાઓની લોબીગ ચાલી રહ્યું છે, પણ ભૂતકાળમાં ભાજપે એવી પરંપરા જાળવી છે કે જે નામો રેસમાં હોય, તેના બદલે કોઈ નવા ચહેરાને આ જવાબદારી સોંપવામાં આવી હોય. આ કારણે, હાલ જે નામો ચર્ચાઈ રહ્યા છે, તેમાંથી કોઈની પસંદગી થાય કે પછી અચાનક કોઈ નવો ચહેરો ભાજપની કમાન સંભાળે, તે જોવાનું રસપ્રદ બન્યું છે.
ભાજપના સંગઠન દ્વારા પ્રદેશ પ્રમુખ પસંદગી માટે ભૂપેન્દ્ર યાદવ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી શનિવાર અને રવિવારે ગુજરાતમાં ભાજપ બોર્ડની બેઠકમાં સામેલ થવાના છે. થોડા દિવસોથી તેમની ગુજરાત મુલાકાતને લઈને અટકળો છે .હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગીર સાસણમાં વાઇલ્ડલાઇફ ટૂર પર હતા, ત્યારે તેમના કાર્યક્રમ દરમિયાન કોઈ રાજકીય બેઠક યોજાઈ નહોતી.
હોળી પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની શકયતા હોવાથી, ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ભારે ચર્ચા છે. જો પ્રદેશ પ્રમુખની જાહેરાત ટળી જાય, તો તે 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપની વ્યૂહરચનાને પણ અસર કરી શકે. પક્ષના આંતરિક સમીકરણોને જોતા, પ્રદેશ પ્રમુખ તરીકે એવા નેતાની પસંદગી થવાની શક્યતા છે, જે સંગઠનના તમામ વર્ગોને સ્વીકાર્ય હોય અને લોકસભા માટે મજબૂત આયોજન કરી શકે.
ભાજપની આગામી બેઠકમાં પ્રદેશ પ્રમુખ અંગે અંતિમ નિર્ણય લેવાશે. જો હોળી પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય, તો તે ગુજરાતની રાજકીય ગતિવિધિઓ માટે મહત્વપૂર્ણ નિર્ણાયક ક્ષણ સાબિત થઈ શકે. આગામી દિવસોમાં યોજનારી ગ્રામ પંચાયતની ચૂંટણી નવા અધ્યક્ષ માટે પડકારરૂપ રહેશે જોકે અહીં નોંધવું જરૂરી છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય મેન્ડેટ પર લડાતી નથી.
ભાજપ પ્રદેશ પ્રમુખનો સમયગાળો
* એ.કે.પટેલ - 1982થી 1985 - 3 વર્ષ •
* કાશીરામ રાણા - 1993થી 1996 - 3 વર્ષ • *વજુભાઇ વાળા - 1996થી 1998 - 2 વર્ષ
*રાજેન્દ્રસિંહ રાણા - 1998થી 2005 - 7 વર્ષ .
*વજુભાઇ વાળા - મે 2005થી ઓક્ટોબર 2006 - 1 વર્ષ 150 દિવસ
*પરશોત્તમ રૂપાલા - ઓક્ટોબર 2006થી ફેબ્રુઆરી 2010 - 3 વર્ષ 98 દિવસ
*આર.સી.ફળદુ - ફેબ્રુઆરી 2010થી ફેબ્રુઆરી 2016 6 વર્ષ 18 દિવસ
*વિજય રૂપાણી - ફેબ્રુઆરી 2016થી જુલાઇ 2020 173 દિવસ
*જીતુ વાઘાણી - ઓગસ્ટ 2016થી જુલાઇ 2020 - 3 વર્ષ 345 દિવસ
*સી.આર.પાટિલ - જુલાઇ 2020થી અત્યાર સુધી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech