પોરબંદરની સરકારી મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગમાં ડી.એન.બી.ની છ સીટને મંજૂરી મળતા ખુશીની લાગણી જોવા મળી છે.
જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરમાં ત્રણ ડી.એન.બી. અને ૦૩ પોસ્ટ ડિપ્લોમાં ડી.એન.બી. કુલ ૦૬ સીટ પેથોલોજી વિભાગને મંજુરી મળી છે. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદર ખાતે જુન, જુલાઈ-૨૦૨૪માં પેથોલોજી વિભાગમાં ડી.એન.બી.ની સીટ ચાલુ કરવા માટે અરજી કરવામાં આવેલ હતી.જેમનું ૨૦૨૫માં નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન દિલ્લી દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવેલ હતું.
જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરને પેથોલોજી વિભાગના ઇન્સ્પેકશન થયા બાદ ત્રણ ડી.એન.બી. અને ૩ પોસ્ટ ડિપ્લોમાં ડી.એન.બી. કુલ ૦૬ સીટ પેથોલોજી વિભાગમાં પી.જી. સીટની મંજુરી મળી છે, જે ખુબ જ ગૌરવની વાત છે.
મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમારે જણાવેલ કે હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે પેથોલોજી વિભાગના રીપોર્ટના મહત્વપૂર્ણ ભાગ હોય છે. પેથોલોજી વિભાગમાં ડી.એન.બી. પીજીની સીટોની મંજુરી મળતા હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારની ગુણવતામાં ખાસ્સો ફરક પડશે. નવી-નવી ટેસ્ટ ચાલુ થશે અને વિભિન્ન વિભાગના નિષ્ણાત ડોક્ટરોને સચોટ નિદાન કરવામાં મદદપ રહેશે.
ડી.એન.બી. પીજીના વિદ્યાર્થીઓ પોતાના અનુસ્નાતકના અભ્યાસ માટે વધુમાં વધુ કાર્યરત રહેશે. જી.એમ.ઈ.એ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરમાં દર્દીઓની સંખ્યા વધારે હોવાથી લેબોરેટરીની સંખ્યા પણ વધારે હોય છે. જેના લાભ ડીએનબીના પીજી વિદ્યાર્થીઓને મળશે અને તેમનો અભ્યાસ ઉચ્ચ કોટીના રહેશે. ડી.એન.બી. પીજી વિધાર્થીઓ આવ્યા પછી હોસ્પિટલમાં નવી-નવી ટેસ્ટ ચાલુ થવાથી દર્દીઓની સારવારની ગુણવતામાં ઘણો સુધારો થશે, જેથી પોરબંદર અને આસપાસના જીલ્લાના દર્દીઓને ખાસ્સો લાભ મળશે તેમ ડો. સુશીલકુમાર દ્વારા જણાવાયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech