જેતપુર શહેરમાં જાહેરમાં જુગાર રમવાની બે જુદીજુદી રેડમાં પોલીસે ૬૦૪૩૦ પિયાના મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી લીધા હતાં. ઉધોગનગર પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓ ફરતા ફરતા નવાગઢ અવધેશ સ્કૂલ પાસે આવતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ શખ્સો કુંડાળું વળીને બેઠા હતાં. તેઓની પાસે જઈને જોતા તીનપતિનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જેથી પોલીસે ભુપત સીદીભાઈ ધોળકિયા, નીકુલ મુમાભાઇ અખિયાણી અને ભાવેશ રમેશભાઈ ગોવાણીને ૫૨૫૦ પિયાની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. યારે બીજી રેડમાં સીટી પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓ ફરતા ફરતા નવરગં બંગલા પાસે આવતા કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા નજરે પડા હતાં. જેથી પોલીસ તરત તેઓની પાસે પહોંચી તેઓની પકડી નામ ઠામ પૂછતાં પ્રકાશ મહેશભાઈ પાંભર, ભાવિન મુકેશભાઈ પીઠવા અને હાર્દિક ભીમજીભાઈ પાંભર હોવાનું જણાવેલ. પોલીસને તેઓની પાસેથી ૧૦૨૩૦ રોકડા પટમાંથી મળી આવેલ તેમજ મોબાઈલ સાથે કુલ ૬૦૨૩૦ પિયાના મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech