ગોંડલમાં મોટી બજાર વિસ્તારમાં રહેતા પ્રૌઢના ઘરે જમાઇએ આવી ગોળો આપી પાઇપ વડે હુમલો કરી સસરાનું માથુ ફોડી નાંખ્યું હતું. સસરાની રિક્ષામાં પણ પથ્થર મારી તોડફોડ કરી હતી. પત્ની દોઢ માથી રીસામણે હોય જેનો ખાર રાખી જમાઇએ ધમાલ મચાવી હતી. આ અંગે બે શખસો સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુબજ, ગોંડલમાં મોટી બજાર વિસ્તારમાં સટોડીયા શેરીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર રોહિતભાઇ ઓસમાણભાઇ પતાણી(ઉ.વ ૫૬) દ્વારા ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના જમાઇ સુતલાન ગફારભાઇ ગુંગા અને જમાઇના મામાનો પુત્ર એવાસનું નામ આપ્યું છે.
પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે વહેલી સવારે જમાઇ સુલતાન અને તેનો મામાનો પુત્ર એવાસ બંને અહીં ઘરે આવ્યા હતાં. બંને ગાળો દેવા લાગ્યા હતાં. જમાઇએ ફરિયાદીના પત્નીને કહ્યું હતું કે, તમે અહીં સારા ધંધા નથી કરતા જેથી ફરિયાદીએ આવું બોલવાની ના કહેતા જમાઇ વધુ ઉશ્કેરાયો હતો અને બાજુમાં પડેલો પાઇપ લઇ સસરા પર હુમલો કરી દીધો હતો. પાઇપના ફરિયાદીને માથાનાભાગે મારી દીધા હતાં. જેથી તેમને લોહી નિકળવા લાગ્યું હતું. પત્ની અને દીકરી વચ્ચે પડતા સુલતાને કહ્યું હતું કે, આજે તું બચી ગયો છે આજ પછી હાથમાં આવ્યો તો જીવતો નહીં છોડુ, સુલતાની સાથે આવેલો એવાસ પણ ગાળો દેવા લાગ્યો હતો.
બાદમાં પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેમને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતાં. પરત ઘરે આવતા માલુમ પડયું હતું કે જમાઇ અને તેના મામાના દિકરાએ મળી અહીં ઘર બહાર પડેલી રીક્ષામાં પથ્થરના ઘા મારી તોડફોડ કરી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, ફરિયાદીની દીકરી અસ્મા છેલ્લા દોઢેક માસથી અહીં માવતરના ઘરે રિસામણે હોય તે બાબતનો ખાર રાખી જમાઇ અને તેના મામાના દિકરાએ અહીં આવી ધમાલ મચાવી પાઇપ વડે હુમલો કરી તોડફોડ કરી હતી. આ અંગે પ્રૌઢની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech