નૈઋત્યનું ચોમાસુ મુંબઈ આવીને અટકી ગયું, આગળ વધે એવી કોઈ સિસ્ટમ સર્જાઈ નથી, ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો

  • June 07, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી વરસાદ ગાયબ થયા પછી ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ રાજકોટ, ડીસા,અમદાવાદ, અમરેલીમાં મહત્તમ તાપમાનનો પારો શુક્રવારે 40 ડિગ્રીને પાર કરી ગયો છે. ભુજ અને ગાંધીધામમાં 40 ડિગ્રી લગોલગ મહત્તમ તાપમાન નોંધાયું છે. શુક્રવારે રાજકોટમાં 41 ડીસામાં 40.4 અમરેલીમાં 40.3 અમદાવાદમાં 40.6 ભુજમાં 39.6 અને ગાંધીનગરમાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં તારીખ 8 થી 10, પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તારીખ 9 થી 10,ઓડીશામાં તારીખ 7 થી 10 અને આંધ્રપ્રદેશ તામિલનાડુ પુડીચેરી તથા કેરલામાં તારીખ 7 થી 8 હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં તો ધુળની ડમરી ઉડાડતા પવનો ફુકાઈ રહ્યા છે અને ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન રાજસ્થાનના બારમેરમાં 43.4 ડિગ્રી નોંધાયું હતુ.


એક બાજુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી બાજુ દેશના અમુક રાજ્યોમાં વરસાદ માટે પણ આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન કર્ણાટક આસામ ઉત્તર પ્રદેશમાં અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન જોવા મળે છે. મહારાષ્ટ્રથી આંધ્ર પ્રદેશ સુધી ટ્રફ જોવા મળે છે. કર્ણાટક તથા તેલંગાણામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવા પામ્યું છે. આ સિસ્ટમની અસરના કારણે કર્ણાટક કેરલા અરુણાચલ આસામ મેઘાલયમાં તથા આંદામાન નિકોબાર અને લક્ષદીપ ટાપુમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પ્રતિ કલાકના 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

નૈઋત્યનું ચોમાસુ છેલ્લા ઘણા સમયથી મુંબઈ સુધી આવીને અટકી ગયું છે તે આગળ વધે તેવા કોઈ સંજોગો કે સિસ્ટમ અત્યારે જોવા મળતા નથી, ચોમાસુ ખેચાતા પીવાના પાણી અને ખેતી ક્ષેત્રને ભારે અસર જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application