મલાઈકા અરોરા પોતાના જ ડ્રેસમાં ફસાઈ ગઈ હતી અને તેને ચાલવામાં તકલીફ પડી રહી હોવાનો વીડિયો થયો વાયરલ થયો છે
મલાઈકા અરોરા તેની ડ્રેસિંગ સ્ટાઈલ માટે જાણીતી છે. ઘણી વખત તેને તેના ખરાબ ડ્રેસના કારણે ટ્રોલ થવું પડ્યું છે. આ વખતે તેનો ડ્રેસ એવો હતો કે ચાલવું મુશ્કેલ બની ગયું હતું. મલાઈકા અરોરા તેના ફ્લોર-લેન્ગ્થ બ્લેક ડ્રેસ સાથે સંઘર્ષ કરી રહી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
મલાઈકા અરોરા હંમેશા તેના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક તેના ફેન્સ તેના આઉટફિટ્સને પસંદ કરે છે તો ક્યારેક તે ટ્રોલિંગનો શિકાર બને છે. ફરી એકવાર મલાઈકાના આઉટફિટને લઈને એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના ડ્રેસમાં અટવાયેલી જોવા મળી રહી છે.વીડિયોમાં મલાઈકા તેના ડ્રેસને એડજસ્ટ કરતી જોઈને ફેન્સએ વિવિધ પ્રતિક્રિયા આપી છે
મલાઈકા દર વખતે પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતે છે. પરંતુ ક્યારેક તે તેના ડ્રેસમાં અટવાઈ જાય છે. આ વખતે પણ કંઈક એવું જ થયું. જ્યારે તે પાપારાઝી માટે પોઝ આપી રહી હતી ત્યારે તેનો ડ્રેસ એટલો લાંબો હતો કે તે તેમાં ફસાઈ ગઈ હતી. મલાઈકા તેના ડ્રેસને સંભાળતી જોવા મળી હતી.
અંગત જીવનની વાત કરીએ તો મલાઈકાની લાઈફમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. તેણી અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. ઘણા સમયથી તેમના બ્રેકઅપના સમાચાર હતા અને હવે અર્જુને બ્રેકઅપની પુષ્ટિ કરી છે. તેણે સિંઘમ અગેઇનના પ્રમોશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે હાલમાં સિંગલ છે. જોકે, આ પહેલા મલાઈકા કે અર્જુને બ્રેકઅપ અંગે મૌન તોડ્યું ન હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા અરોરા ટીવી રિયાલિટી શોમાં જોવા મળે છે. જ્યારે અર્જુન કપૂરની સિંઘમ અગેઈન તાજેતરમાં રિલીઝ થઈ છે. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech