મોડી સાંજથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે પરંતુ સૂર્યોદય સાથે જ જાણે શિયાળાના બદલે ઉનાળાની સિઝન ચાલતી હોય તેવી ગરમી શરૂ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન નો પારો 30 ડિગ્રીને પાર કરી ગયો છે. સૌથી ઊંચું તાપમાન રાજ્યમાં રાજકોટ ખાતે 33.6 ડિગ્રી નોંધાયું છે.
સુરતમાં 33.1 અમરેલીમાં 33.3 ભુજમાં 32.5 નલિયામાં 31.7 દ્વારકામાં 30.5 પોરબંદરમાં 31 દીવ માં 30 સુરેન્દ્રનગરમાં 31.8 મહુવામાં 32.2 કેશોદમાં 31.3 અમદાવાદમાં 30.5 ડીસામાં 31.7 વડોદરામાં 31.4 ગાંધીનગરમાં 30.2 ડિગ્રી મહત્તમ તાપમાન ગુરુવારે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ-ચાર દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન હજુ ઉચ્ચકાશે અને તેના કારણે ઠંડીનો પ્રભાવ નહિવત થઈ જશે અને ગરમી વધી જશે.
લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો છે અને નલિયા સહિત સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં આવી ગયું છે.
રાજકોટમાં આજે 14.5 પોરબંદરમાં 13.4 વેરાવળમાં 18.8 ઓખામાં 19.4 દ્વારકામાં 17.9 ભાવનગરમાં 15.6 અમરેલીમાં 16 નલિયામાં 10 ભુજમાં 13.4 વડોદરામાં 13.4 ગાંધીનગરમાં 10.8 ડીસામાં 12.8 અને અમદાવાદમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગિરનાર પર્વત ઉપર 9.4 જુનાગઢ શહેરમાં 14.4 અને ભવનાથ તળેટીમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91% રહેવા પામ્યું છે. ભાવનગરમાં આજે સવારે ભેજનું પ્રમાણ 94% થઈ ગયું હતું. અન્ય શહેરોમાં પણ 75 થી 80% જેટલો ભેજ રહેવા પામ્યો છે.
પંજાબમાં તારીખ 5 ના રોજ એક પ્રભાવશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઇ રહ્યું છે.
આ ઉપરાંત કાશ્મીરમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પણ જોવા મળે છે. આ બંને સિસ્ટમના કારણે આગામી તારીખ 4 થી 6 દરમિયાન પંજાબ દિલ્હી હરિયાણા અને નોર્થ ઈસ્ટના અમુક રાજ્યોમાં માવઠાની શક્યતા ઊભી થઈ છે. જમ્મુ કશ્મીર અને લદાખમાં તારીખ 5 થી તોફાની પવન અને ગાજ વીજ સાથે વરસાદ તથા હિમવષર્નિી ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech