બોલિવૂડ એક્ટર સની દેઓલે ફરી એકવાર 'ગદર 2'થી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મ હિટ થતા જ સની ફરી એકવાર સમાચારોમાં આવી ગયો છે અને હાલમાં તેની પાસે ઘણી મોટી ફિલ્મો છે. આ દરમિયાન સનીનો નવો લૂક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.66 વર્ષના સની દેઓલે પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધો છે અને એમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેતા તેના કરતા 40 વર્ષ નાના દેખાય છે. આ વીડિયો શેર કરતી વખતે સની દેઓલે કેપ્શનમાં લખ્યું છે - 'હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા.'
વીડિયોમાં સની શર્ટ વગર જોવા મળી રહ્યો છે અને , જેમાં તેને કાળા રંગની કેપ અને ગોગલ્સ પહેર્યા છે. લોકો કહી રહ્યા છે કે આ નવા લૂકમાં સની તેની ઉંમરથી અડધી ઉંમરનો લાગે છે. સની પાજીના ચાહકો તેના અદભૂત લુકને જોઈને તેના જોરદાર વખાણ કરતા જોવા મળે છે. ફેન્સ ઉપરાંત સની દેઓલના ભાઈ બોબી દેઓલે પણ કોમેન્ટમાં તેના લુકના વખાણ કર્યા હતા.
અભિનેતાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો સની દેઓલ ટૂંક સમયમાં 'લાહોર 1947'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા લાંબા સમય બાદ ફરી એકવાર સાથે જોવા મળશે. આ પહેલા પ્રીતિ અને સની 'હીરોઃ લવ સ્ટોરી ઑફ અ સ્પાય', 'ફર્ઝ' અને 'ભૈયાજી સુપરહિટ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય સની 'બોર્ડર 2', 'ગદર 3', 'સફર', 'રામાયણ' જેવી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech