બનાવ અંગે માલવીયાનગર પોલીસે સાધુ વાસવાણી રોડ પર ન્યુ અંબિકા પાર્કમાં રહેતાં અને તેજ વિસ્તારમાં સેવન-સ્ટાર મોબાઈલ નામે દુકાન ધરાવતાં ચિરાગ રમણિકભાઈ દાવડા (ઉ.વ.૩૧) ની ફરિયાદ પરથી ધર્મેશ જગદિશભાઈ ખૈની (રહે. મોતીનગર, વરાછા રોડ, સુરત) સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને તેના મિત્ર અંકિતને બેંગકોક ફરવા જવું હોવાથી અગાઉ ફરવા ગયેલા મિત્રને વાત કરી હતી. જેથી તેમણે આરોપીની ઓફિસનું કહી તેની સર્વિસ સારી છે તેમ વાત કરતાં તે તેના મિત્ર સાથે આરોપીની ઓફિસે ગયા હતા. જયાં આરોપી ઉપરાંત તેના પત્ની વગેરે હાજર હતા.
આ સમયે તેણે આરોપીને ફુકેટ અને બેંગકોક જવું હોવાથી તેના પેકેજ વિશે પૂછતાં આરોપીએ પેકેજ સમજાવ્યું હતું અને વ્યક્તિ દીઠ રૂા.૬૭,૫૦૦ થશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપીએ અંકિતને ફોન કરી ફલાઈટની ટિકિટના ભાવ વધે તેમ છે, તમે બુક કરાવી થોડું પેમેન્ટ આપી જાવ તેમ કહેતાં તે, અંકિત અને ધવલ આરોપીની ઓફિસે જઈ અંકિતે તેના ક્રેડિટ કાર્ડમાંથી રૂા. ૧.૦૮ લાખ અને તેણે તેના મિત્ર ધવલના ક્રેડિટ કાર્ડમાંથી રૂા.૧.૫૦ લાખ મળી કુલ રૂા.૨.૫૮ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
ત્યાર બાદ ગઈ તા.૧૬-૪-૨૦૨૫ના આરોપીએ અંકિતને અમદાવાદથી બેંગકોક અને ત્યાંથી ફુકેટ જાવાની ફલાઈટની ટિકિટ મોકલી હતી. જેના રૂા.૫૫ હજાર હતા. આથી આરોપીને બાકીના પેકેજ માટે પૂછતાં તેણે બાકીનું પેકેજ મારા બ્લોગમાં પડેલ છે. તમારે જવાનું હોય તેના બે-ત્રણ દિવસ પહેલાં મોકલી દઈશ તેમ વાત કરી હતી. ત્યાર બાદ ૧-૫-૨૦૨૫નાં તે અને અંકિતે આરોપીની ઓફિસે જઈ બાકીના પેકેજની માહિતી બાબતે પૂછતાં તેણે બે દિવસ પહેલા આખા પેકેજની માહિતી તમને આપી દઈશ તેમ જણાવી બાકીનું રહેતું પેમેન્ટ માંગતા તેમણે આરોપીને બીજા દિવસે રૂા. ૧.૧૦ લાખ ટ્રાન્સ્કર કરી દીધા હતા. ત્યાર બાદ ફરી તેણે આરોપીને ટ્રીપની બાકી રહેતી માહિતી અંગે પુછતાં ત્રણ દિવસ પહેલાં તમને માહિતી પુરી પાડી દેશું હવે મને ફોન કરતા નહીં તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં તે જે ગ્રુપમાં જોડાયા હતા તેમાં ટ્રાવેલ્સ એજન્ટ બોગસ છે. રહેવાની અને જમવાની કોઈ સુવિધા આપી નથી, અમે હેરાન થઈએ છીએ વગેરે મેસેજ આવતાં હોવાથી તેણે આરોપીને કોલ કરતાં સ્વીચ ઓફ આવતો હતો. જયારે ઓફિસે તપાસ કરતાં તે પણ બંધ હાલતમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેને જાણવા મળ્યું હતું કે, તે ઉપરાંત કૌશિકભાઈ રઘાણી પાસેથી રૂા.૨.૩૦ લાખ મેળવી રૂા.૯૦ હજારની ટિકિટ તેમજ સંજય ભુવા પાસેથી ૨ લાખ મેળવી ૮૦ હજારની ફલાઈટ ટિકિટ કરાવી આપી હતી. આમ આરોપીએ બંને મિત્રો ઉપરાંત અન્ય લોકોના રૂા.૫.૩૪ લાખની છેતરપિંડી કર્યા અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech