ગત તા. 20/3/2025 ના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે બાલાજી હોલ પાસે ક્રિષ્ના સ્કૂલમાં પ્રિન્સિપાલની ઓફિસમાંથી રૂ. 39,100 ની રોકડ ચોરી કરી લીધી હતી. જેમાં સીસીટીવી ફૂટેજમાં એક શખસ નજરે પડ્યો હતો. ચોરીની આ ઘટનાને લઈને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.એચ. મહારાજ તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા અને મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ચોરીના આ બનાવમાં દાહોદમાં ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયા ગામે રહેતા સંજય તાહુભાઈ પલાસ (ઉ.વ 25) ને દાહોદ જઈ ઝડપી લીધો હતો.
બાદમાં તેને અહીં રાજકોટ લાવી પૂછતાછ કરતા આ શખસે સ્કૂલ ઉપરાંત તે જ દિવસે મોડી રાત્રીના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચારેક કારખાના અને દુકાનના શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 25,000 કબજે કર્યા હતા. હાલમાં આર્થિક સ્થિતિ સારી ન હોય અને પૈસાની તાતી જરૂરિયાત હોવાથી ચોરી કર્યાનુ આરોપીએ રટણ કર્યું હતું. આરોપી સામે અગાઉ અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ચોરીનો તેમજ દાહોદમાં તેની સામે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપ્યાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech