અમરેલીમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે, 8 દિવસથી શિક્ષક દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે બન્ને વિદ્યાર્થિનીના માતા-પિતાને જાણ કરી અને આખરે અમરેલી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.
અમરેલીમાં શિક્ષક દ્વારા બે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતા શિક્ષણ જગતને લાંછન લાગ્યું છે. આરોપી શિક્ષકે બાળકીનો એક પછી એક એમ રૂમમાં બોલવાતો અને દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ વાલીઓમાં પણ રોષની લાગણી જોવા મળી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. બન્ને બાળકીઓને દુષ્કર્મ આચરીને કોઈને કહેવાનું નહીં તેવું કહેતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બાળકીઓ ધોરણ 4માં અભ્યાસ કરે છે
નરાધમ શિક્ષકે ધોરણ 4મા ભણતી બે સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહીં સ્કૂલમા ધોરણ 1 થી 5માં માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહીં માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સિપાલ રજા પર હોય અને શિક્ષક એકલો હતો ત્યારે રીસેસમા રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરી રહ્યો હતો. વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ ઝડપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech