સામાન્ય રીતે એવી માન્યતા છે કે બે મોઢાવાળી બંબોઇ જાતિના સાપને બે મોઢા હોય છે. પરંતુ આ માન્યતા તદન ખોટી છે ને પૂછડી અને મોઢુ સરખા હોવાથી એવુ લાગે છે તેમ જણાવીને કુણવદર ગામે સ્નેકકેચરે આ પ્રકારની પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કર્યુ હતું.
પોરબંદર જીલ્લાના કુણવદર ગામ માંથી કોમન સેન્ડ બોઆ (બંબોઈ) નામ ના સાપ નું રેસ્ક્યુ કરાયું.
પોરબંદર જિલ્લામાં આવેલ કુણવદર ગામ માં વાડી વિસ્તારમાં કામ કરતા મજૂર ની નજર સાપ પર પડી હતી ત્યાર બાદ મજૂરે વાડી માલિક મહેશભાઈ કારાવદરા ને જાણ કરી બાદ માં મહેશભાઈએ પોરબંદરમાં ચાલતું ઘ ગ્રીન વાઇલ્ડ લાઈફ ક્ધઝર્વેશન સોસાયટી ના સભ્ય વિવેકગીરી મેઘનાથીનો સંપર્ક કર્યો ત્યાર બાદ વિવેકગીરી મેઘનાથી દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.રેસ્ક્યુર ના જણાવ્યા અનુસાર લોકોમાં એવી ખોટી માન્યતા છે કે આ સાપ ને બે મોઢા હોય છે અને ૬ મહિના આગળ ને ૬ મહિના પાછળની બાજુ ચાલે છે જે સાવ ખોટી વાત છે આ સાપ ને એક જ મોઢું આવે છે. તેનું મોઢું અને તેની પૂંછડી બેય ૧ જ સરખા હોય છે તેથી લોકો ને જેવા માં એવું લાગે છે કે આ સાપ ને બે મોઢા હોય છે.લોકો દ્વારા એવી પણ અફવા ફેલાવવા માં આવી છે આ સાપ ને વેચવા થી લાખો પિયા મળે છે.જે બધી વસ્તુઓ સાવ ખોટી છે એટલે લોકો એ આવી અફવા કે ખોટી માન્યતા માં ધ્યાન ન આપવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech