શિક્ષણ વિભાગ દ્વારા જામનગરની વિભાજી સરકારી હાઈસ્કૂલને ધો.૯ તથા ૧૧ માટે અંગ્રેજી માધ્યમની મંજૂરી અપાઈ

  • June 10, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

વિભાજી હાઈસ્કૂલમાં આધુનિક સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઈબ્રેરી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ

વિદ્યાર્થીઓને વહેલી તકે એડમિશન મેળવી લેવા શાળાના આચાર્યશ્રી દ્વારા કરાતો અનુરોધ

જામનગર તા.૧૦ જૂન, વિભાજી સરકારી હાઈસ્કૂલ, જામનગરને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯ અને ૧૧માં નવી અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવાની મંજૂરી મળી છે.શિક્ષણ વિભાગ સંચાલિત વિભાજી સરકારી હાઈસ્કૂલ, જામનગર (ગુજરાતી માધ્યમ) એ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં વર્ષ ૨૦૨૪-૨૫નું ધોરણ ૧૦નું બોર્ડ પરિણામ ૧૦૦% અને ધોરણ ૧૨નું બોર્ડ પરિણામ ૭૮.૯૫% આવેલ છે.આ શાળામાં આચાર્ય પી.એન.પાલા અને કાર્યદક્ષ શિક્ષકો દ્વારા શિક્ષણની સાથે સંસ્કાર અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓને ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે.



શાળા શહેરની મધ્યમાં આવેલી છે અને આધુનિક સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઈબ્રેરી જેવી તમામ ભૌતિક સુવિધાઓથી સુસજ્જ છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહારની પણ ઉત્તમ સુલભતા છે.


સરકારી શાળા હોવાને કારણે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ પાઠ્યપુસ્તકો વિના મુલ્યે આપવામાં આવે છે. પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવનાર હોય ધોરણ ૯ થી ૧૨ ગુજરાતી માધ્યમ તેમજ ધોરણ ૯ અને ૧૧ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ વહેલી તકે શાળાનો સંપર્ક કરવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application