એક સમયે મહાકુંભમાં માળા વેચી ગુજરાન ચલાવતી સુંદર આંખોવાળી મોનાલિસા હવે અમીર બની ગઈ છે. એક તસવીર અને વીડિયોએ તેનું આખું જીવન બદલી નાખ્યું છે.
લોકોએ મહાકુંભ દરમિયાન તેની સાથે ફોટો ક્લિક કરાવવા માટે તેને એટલી હેરાન કરી હતી કે તેને છૂપાઈને ફરવું પડતું હતું. બીજી તરફ ફિલ્મ મેકર સનોજ મિશ્રા તેને શોધતા તેના ઘરે પહોંચ્યા અને તેને ફિલ્મની ઓફર કરી. આ ફિલ્મ મેકરની ખાસિયત એ છે કે, તેણે મોનાલિસાને માત્ર ફિલ્મની ઓફર જ નથી કરી પરંતુ તેના ગ્રૂમિંગ પર પણ કામ કરી રહ્યા છે. ક્યારેક તો તે પોતે મોનાલિસાને શીખવતા જોવા મળે છે. એવામાં હવે સોશિયલ મીડિયા પર મોનાલિસાનો એક વીડિયો વાયરલ થયો છે.
મોનાલિસાને મળવા આવી તેની મમ્મી
આ વીડિયો જોઈ ફેન મોનાલિસાના વખાણ કર્યા
એક ફેને મોનાલિસાના વખાણ કરી લખ્યું કે, વાહ મોના, શું વાત કહી! અન્યએ લખ્યું, સાચું કહ્યું મોના, હંમેશા ખુશ રહો. એકે લખ્યું, તારી જિંદગી બદલાઈ ગઈ છે પણ આવી જ રેહેજે. એકે કહ્યું, વાહ બેટા, તારા શું સંસ્કાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech