ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 23ના રોજ લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) માટેની હોલ ટિકિટ બોર્ડે તેની વેબસાઈટ પર ઓનલાઇન મૂકી દીધી છે. પરીક્ષાથીઓને તે ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે.
બોર્ડના પરીક્ષા વિભાગના સંયુક્ત નિયામક દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ વખતે માત્ર ઓનલાઇનના માધ્યમથી જ હોલ ટિકિટ મળશે. વિદ્યાર્થીઓ પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર અથવા ઇમેલ આઇડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાથીના નામ પરથી પણ સર્ચ કરીને જન્મ તારીખની વિગત ભરીને આવી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
બોર્ડે જણાવ્યું છે કે હોલ ટિકિટ માત્ર ઓનલાઇન માધ્યમથી જ મળશે. જે પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે માન્ય ગણાશે. આ હોલ ટિકિટ પર શાળાના આચાર્યની સહી કે સિક્કો મરાવવાની જરૂર નથી. જો કોઈ વિદ્યાર્થીને હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યા નડતી હોય તો શાળાઓ પોતાના ઇન્ડેક્સ નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગીન થઈ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકશે.
ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ સાથે પરીક્ષાર્થીઓએ પોતાનુ કોઈ એક ફોટો આઈડી પ્રૂફ (આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ધોરણ 12 પરીક્ષાની ઓરીજનલ હોલ ટિકિટ) સાથે રાખવી પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech