મૂળ સલાયાના રઘુવંશી પરિવારના સ્વ.વૃજલાલ ગોપાલદાસ દાવડા પરિવાર જેના પુત્ર વિમલભાઈ જે હાલ હોંગકોંગ રહે છે અને મોટા વ્યવસાય સાથે જોડાયેલ છે. આ દાવડા પરિવાર સલાયામાં વર્ષો સુધી રહ્યા અને ખૂબ સારું એવું નામ કમાયા,બાદ તેમના પુત્ર વિમલભાઈ ધંધાના વિકાસ અર્થે હોંગકોંગ ગયા અને ત્યાં પણ ખૂબ સારું એવું વ્યવસાયિક પ્રતિષ્ઠાન સ્થાપ્યું. આટલી પ્રગતિ થવા છ્તાં હંમેશા ને માટે પોતાના મૂળ વતન એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામને જરૂર પડીએ હંમેશા તન મન અને ધનથી સહાય કરી.
એ પછી રઘુવંશી સમાજની વાડી કે જલારામ મંદિર કે બેઠકજી તમામ જગ્યાએ તેમને સહકાર આપ્યો છે. હાલ સ્વ.વૃજલાલ ભાઈની સાતમી માસિક પુણ્ય તિથિ નિમિત્તે સફાઈ કામદારોને જમાડી અને ત્યાં આવેલ શંકર મંદિરમાં તાંબાનો નાગ,પોઠિયો(નંદી) વગેરે શિવ મંદિરમાં જરૂરી પૂજાની વસ્તુઓ પધરાવી હતી. આમ આં દાવડા પરિવાર જે સલાયામાં પટેલ તરીકે પણ ઓળખાય છે એમને એમની વતન પ્રત્યેની લાગણી દર્શાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech