વિવિધ જિલ્લાના ૧૦૦થી વધુ રમતવીરો ટુર્નામેન્ટમાં સહભાગી થયા
જામનગર તા.૧૬ એપ્રિલ, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરના આંગણે સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ.જેમાં વિવિધ જિલ્લાના ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લઈ પોતાનું કૌવત દાખવ્યું હતુ.
આ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લામાંથી ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ ૬ રાઉન્ડમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કેશોદનો ક્રિષ તન્ના ચેમ્પિયન બન્યો હતો.
સુરેન્દ્રનગરથી પંકજભાઈ પંચોલી તથા ચીફ આર્બીટર તરીકે જયસિંહ નેગાંધીએ સેવા આપી હતી.કાર્યક્રમના ઈનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર જાનકી મોટરનીટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના ડો.નિધીબેન કાનાણી તથા ડો.પાર્થભાઈ કાનાણી હસ્તે ખેલાડીઓને રોકડ પુરસ્કાર, સિલ્ડ અને મેડલ એનાયત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech