દેશભરમાં ચોમાસુ નબળું પડી ગયું છે. અત્યાર સુધી નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પરંતુ ગઈકાલે મેઘાલયમાં ભારે વરસાદ પછી આજથી આસામ અરુણાચલ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ સહિતના તમામ રાજ્યોમાં વરસાદનું જોર સાવ નબળું પડી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસાની સિઝન ફરી શરૂ થાય એવી કોઈ પ્રભાવશાળી સિસ્ટમ અત્યારે દેખાતી નથી અને તેના કારણે આગામી ત્રણ દિવસો દરમિયાન દેશના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાનનું પ્રમાણ બે થી છ ડિગ્રી વધશે તેવી શક્યતા છે.
રાજકોટમાં દિવસનો પ્રારંભ 26.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે થયો હતો
બુધવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. જે સમગ્ર દેશમાં સૌથી ઊંચું છે. આજે પણ રાજકોટમાં દિવસનો પ્રારંભ 26.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે થયો હતો અને માત્ર બે કલાકમાં જ એટલે કે 8:30 વાગ્યે તાપમાન 30 ડિગ્રી ને પાર કરી ગયું હતું.
ગુજરાતમાં પણ વરસાદનું જોર સાવ નહિવત
દેશના અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ વરસાદનું જોર સાવ નહિવત થઈ ગયું છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 14 તાલુકામાં વરસાદ થયો છે. નવસારી શહેરમાં 29 મીલીમીટર વરસાદ નોંધાયો છે. તે સિવાય ક્યાંય પૂરો એક ઇંચ પણ વરસાદ પડ્યો નથી. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના સિહોરમાં 9 અને ઉમરાળામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે.
11 આસપાસ ફરી મોનસુન સિસ્ટમ સક્રિય થાય તેવી આશા
હવામાન ખાતાના નિષ્ણાતો જણાવે છે કે તારીખ 11 આસપાસ ફરી મોનસુન સિસ્ટમ સક્રિય થાય તેવી આશા છે, આજે દક્ષિણ ગુજરાત અને તેને સલગ્ન ભાગમાં દરિયાની સપાટીથી 1.5 કીલોમીટર થી 3.1 કીલોમીટરની ઊંચાઈ પર અપર એર સાયક્લોનિક સરકયુલેશન જોવા મળ્યું છે. આવી જ રીતે પંજાબ બાંગ્લાદેશ રાજસ્થાન હરિયાણા ઝારખંડ બિહાર કર્ણાટક મરાઠાવાડ તેલંગાણા અને આસામમાં પણ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જોવા મળ્યા છે. નૈઋત્યનું ચોમાસુ મુંબઈમાં ઊભું રહી ગયું છે. દેશના એકાદ ડઝન રાજ્યમાં અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન છવાયુ છે અને હવે જો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ ઊભી થાય તો આવા અપર એર સાયકલોનિક સરકયુલેશન જેવી સિસ્ટમો તેને આગળ વધારવામાં મહત્વની સાબિત થતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech