રાજકોટ શહેરમાં ઉત્પન્ન થતા ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલિશન વેસ્ટના પધ્ધતિસરના નિકાલ માટે શહેરમાં ક્ધસ્ટ્રકશનની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો તથા રાજકોટ મહાનગરપાલિકામાં કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો સાથે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને ગઈકાલે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મીટિંગમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ કોન્ટ્રાક્ટરોને જણાવ્યું હતું કે, શહેરમાં જુના બાંધકામો તોડવામાં આવતા તેમાંથી ઉત્પન્ન થતા સી. એન્ડ ડી. વેસ્ટના નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસો માટે નીતિ નક્કી કરી રહેલ છે, તે બાબતે આ કામ સાથે જોડાયેલ કોન્ટ્રાક્ટરો તથા જુદા-જુદા વિભાગોના અધિકારીશ્રીઓ પાસેથી સુચનો મેળવવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં જાહેરમાં ઉત્પન્ન થતા સી. એન્ડ ડી. વેસ્ટના નિકાલ માટેના સેન્ટરો તથા નાકરાવાડી સાઈટ ખાતે સી. એન્ડ ડી. વેસ્ટના રીસાયકલિંગ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સી. એન્ડ ડી. વેસ્ટ લઈ જતા નાના વાહનો માટે રાજકોટમાં ત્રણ સ્થળો રૈયાધાર, અટીકા વિસ્તાર અને વેસ્ટ ઝોનમાં કલેક્શન સેન્ટર કાર્યરત છે, જયારે મોટા વાહનોએ નાકરાવાડી ખાતે સી. એન્ડ ડી. વેસ્ટ લઈ જવાનો હોય છે. નાકરાવાડી ખાતે સી. એન્ડ ડી વેસ્ટના પધ્ધતિસરના પ્રોસેસિંગ અને નિકાલ માટે કામગીરીની ટ્રાયલ ચાલુ છે. યંત્ર મારફત સી. એન્ડ ડી વેસ્ટને રેતી જેવા ભુક્કામાં પરિવર્તિત કરી નાંખવામાં આવે છે. આ મટીરીયલ્સમાંથી પેવિંગ બ્લોક વગેરે જેવી વસ્તુઓ બનાવી શકાય છે. વિશેષમાં, બાંધકામ સાઈટ ખાતે સેલર માટેના ખોદકામ દરમ્યાન નીકળતી માટીનો કોઠારીયાની ખાણમાં નિકાલ થાય તે માટે બિલ્ડરોનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે.
આ મીટિંગમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, સિટી એન્જી, ટી.પી, પયર્વિરણ ઈજનેર, દરેક ઝોનના એ.ટી.પી, નાયબ પયર્વિરણ ઈજનેરો, એડી. સિટી એન્જી તથા નાયબ કાર્યપાલક ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech