ઉનાના કેશરીયા ગામે આધેડ ઉપર ભાઈ અને ભત્રીજાઓએ સળિયા અને પાઇપ વડે હુમલો કરતા આધેડને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંને પગ ભાંગી ગયાનું નિદાન થયું હતું. છોકરાવ વચ્ચે બોલાચાલી થતા તેમાં મોટેરા વચ્ચે પડતા મામલો બિચક્યો હોવાથી હુમલો કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ કેશરીયા ગામેરહેતા ગભરૂભાઇ ચાંદરભાઈ વાજા (ઉ.વ.48) નામના આધેડ ગઈકાલે દોઢેક વાગ્યે વાડીએ હતા ત્યારે નાનાભાઈ અરજણ, ભત્રીજા મહેશ અને વિપુલ વાજાએ સળિયા-પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે પ્રથમ ઉના અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંને પગ ભાંગી ગયાનું નિદાન થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરી હતી.
આધેડ ખેતી કામ કરે છે અને ગભરૂભાઇના કૌટુંબિક 15 વર્ષના ભત્રીજા જયદીપને અન્ય બાળકો સાથે ઝગડો થતા આ બાબતે ગભરુભાઈ વચ્ચે પડતા નાનોભાઈ અરજણ અને તેના બંને દીકરા આવી ગયા અને વધુ બોલાચાલી કરી સળિયા પાઇપથી હુમલો કર્યો હતો. વધુ તપાસ ઉના પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech