ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલા પાટા પાસેથી બે વર્ષની બાળકી મળી આવતા એસઓજી પોલીસે તેના માતાપિતાને શોધી અને બાળકીને સલામત રીતે સોંપી આપી હતી. પોતાના ઘરથી ભૂલી પડી જતા પાટા સુધી પહોંચી હતી. અને કુતરાઓ ભાસતા હોવાથી પોલીસને શંકા જતા તપાસ કરતા બાળકી મળી આવી હતી.
ભાવનગર એસઓજી પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર એસઓજી ટીમ ભાવનગર શહેરમાં રાત્રીના ચોરી વગેરે ગુન્હાઓ અટકાવવા માટે રાત્રીના પેટ્રોલીગમાં હતા. ત્યારે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.વાળા, હેડ.કોન્સ. જયવીરસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ધર્મદિપસિંહ જાડેજા તથા ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ સરવૈયા રાત્રીના પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન રૂવાપરી ચોક પાસે આવતા રેલ્વેના પાટ્ટા પાસે કુતરાનાઓ ભસવાનો અવાજ આવતા પોલીસની ટીમ શંકાના આધારે જગ્યા જઈ તપાસ કરતા રેલ્વેના પાટ્ટા પાસે રેતીના ઢગલા ઉપર બે વર્ષની બાળકી બેઠી હતી. અને કુતરા તેને ભસતા હતા. જેથી તે દિકરીને કુતરા થી બચાવીને લાવી અને બાળકીના માતાપિતાની માહિતી અંગે તપાસ હાથ ધરી હતી. એસઓજીની ટીમે તપાસ કરતા આ બાળકી એકસલની પાછળ મફતનગર ખાતે રહેતી હોવાનું માલુમ પડ્યું હતું. અને તાત્કાલિક પોલીસ ટીમ બાળકીના ઘરે પહોંચી તેના પરીવાર કંચનબેન કિશનભાઇ વાધેલા (બાળકીના માતા)ને સોપી આપી પોલીસ મિત્ર તરીકેની સરહાનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMઝડપથી શરૂ કરો, સતત રોકાણ કરો: નાની SIP થી પણ બની જશો કરોડપતિ, જાણો ફોર્મ્યુલા
June 09, 2025 08:06 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech