ગાઝિયાબાદના લોની વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ઈન્દિરાપુરી વિસ્તારમાં જ્યુસની દુકાનમાં લોકોને જ્યુસના નામે માનવ પેશાબ પીવડાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્થાનિક લોકોએ જ્યુસમાં વિચિત્ર સ્વાદ અનુભવ્યો અને વિરોધ કર્યો. સ્થાનિક લોકોએ દુકાનના માલિકને રંગે હાથે પકડી લીધો હતો અને તેને માર માર્યો હતો.
જ્યુસની દુકાનમાં રાખેલ માનવ પેશાબની બોટલ પણ મળી આવી હતી. સ્થાનિક લોકોએ તેનો વીડિયો બનાવી પોલીસને જાણ કરી હતી. રોષે ભરાયેલા લોકોએ આ યુવાનોને પણ ભારે માર માર્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દુકાન સંચાલક સહિત બે આરોપીઓને કસ્ટડીમાં લીધા. પોલીસને દુકાનમાંથી 1 લીટર માનવ પેશાબ પણ મળી આવ્યો છે. જ્યુસ અને માનવ પેશાબના સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. એસીપી ભાસ્કર વમર્એિ જણાવ્યું હતું કે લોની બોર્ડર પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે ખુશી જ્યુસ કોર્નરની દુકાનના સંચાલકો દ્વારા જ્યુસમાં માનવ પેશાબ ભેળવવામાં આવે છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં દુકાનમાંથી એક ડબ્બામાંથી આશરે એક લિટર માનવ પેશાબ મળી આવ્યો હતો. દુકાનદારો દ્વારા પૂછવામાં આવતા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આમિર અને તેના સગીર સાથીની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. કેસ નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech