રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી DACની બેઠકમાં સોમવારે 144716 કરોડ રૂપિયાના 10 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. આમાંથી 99 ટકા ખરીદી સ્વદેશી સ્ત્રોતોમાંથી થશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) એ સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે રૂ. 1.45 લાખ કરોડની 10 દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંતર્ગત ભવિષ્યમાં તૈયાર ફાઈટર જેટ, એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર, ડોર્નિયર-228 એરક્રાફ્ટ, નેક્સ્ટ જનરેશનના ફાસ્ટ પેટ્રોલિંગ વાહનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી DACની બેઠકમાં સોમવારે 144716 કરોડ રૂપિયાના 10 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી 99 ટકા પ્રાપ્તિ ભારતીય અને સ્વદેશી રીતે રચાયેલ, વિકસિત અને ઉત્પાદિત શ્રેણી હેઠળ સ્વદેશી સ્ત્રોતોમાંથી થશે.
FRCVની ખરીદીને પણ લીલી ઝંડી
ભારતીય સેનાના ટેન્ક ફ્લીટના આધુનિકીકરણ માટે ફ્યુચર રેડી કોમ્બેટ વ્હીકલ (FRCV)ની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. એફઆરસીવી એફઆરસીવી તેજ ગતી વાળા, તમામ ભૂપ્રદેશ સક્ષમ યુદ્ધ ટેન્ક અને ચોક્કસ પ્રહાર કરવા સક્ષમ છે.
એટલું જ નહીં, એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડારની ખરીદી માટે પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જે હવામાં ટાર્ગેટને શોધી, ટ્રેક કરવા અને નિશાન બનાવવામાં સક્ષમ હશે. ફોરવર્ડ રિપેર ટીમ (ટ્રેક)ની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. સાધનસામગ્રી આર્મર્ડ વ્હીકલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે, અને તે યાંત્રિક પાયદળ બટાલિયન અને આર્મર્ડ રેજિમેન્ટ બંને માટે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech