બોક્ષ
4 અને 11 જૂનની વૈષ્ણો દેવી, ગાંધીનગર ઇન્ટરસિટી એક્સ્પ્રેસ ટ્રેનો મોડી ઉપડશે
રાજકોટ ડિવિઝનના રાજકોટ- બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવનાર છે.આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તેમાં ટ્રેન નંબર 12477 જામનગર- શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 04 અને 11 જૂનના રોજ જામનગરથી તેના નિર્ધારિત સમય 08:30 વાગ્યાને બદલે 2 કલાક મોડી એટલે કે 10:30 વાગ્યે ઉપડશે. આ ઉપરાંત ટ્રેન નંબર 19120 વેરાવળ- ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 04 અને 11 જૂનના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech