પોલીસ દ્વારા અનેક સ્થળે વાહન ચેકિંગ: દારૂના નશાખોરોને શોધી કાઢવા બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરાયું
જામનગર શહેરમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને શહેરમાં કોઈ દારૂનો નશો કરીને છાકટાવેડા ન કરે, તે સંદર્ભમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાઇ રહ્યું છે.
જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા અને સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝા તેમજ સમગ્ર બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા શહેરના સીટી બી. ડિવિઝન વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.
શહેરના મુખ્ય માર્ગો જી.જી. હોસ્પિટલ રોડ, ત્રણબત્તી, રણજીત રોડ, ટાઉનહોલ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસની સમગ્ર ટીમ ફરી વળી હતી, અને અનેક સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિક નિયમન ભંગ અંગેના અલગ અલગ કેસો કરવામાં આવ્યા હતા.
શહેરમાં દારૂનો નશો કરીને કોઈ શખ્સો છાકટાવેડા ન કરે તે સંદર્ભમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ તંત્ર દ્વારા કેટલાક શકમંદોને બ્રેથ એનાલાઇઝર ની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત શહેરી વિસ્તારમાં નાઈટ ડ્રાઇવ પણ રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
June 09, 2025 11:04 AMજેતપુરના એકમાત્ર બગીચામાં ઝૂલા પરથી પટકાતા તરૂણનું મૃત્યુ
June 09, 2025 11:03 AMઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech