બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની ફિટનેસ અને સુંદરતાનું ખાસ ધ્યાન રાખે છે. તે તેના ચહેરા પર ચમક હંમેશા રહે અને તે ક્યારેય વૃદ્ધ ન દેખાય તેના માટે અનેક પ્રયત્ન કરતા હોય છે બોલીવુડમાં એક એવી અભિનેત્રી છે જેણે સુંદર દેખાવા માટે 29 સર્જરી કરાવી હતી. આટલું જ નહીં, મૃત્યુ પહેલા પણ તેણે એક સર્જરી કરાવી હતી જે ફેલ ગઈ હતી. હાલમાં, આ અભિનેત્રીનો સર્જરી પહેલાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં તેનો લુક એટલો અલગ છે કે તમે તેને ઓળખી શકાતું નથી.
બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી છે. સુંદર દેખાવા માટે શ્રીદેવીએ ઘણી સર્જરી કરાવી હતી. થોડા દિવસથી શ્રીદેવીની એક થ્રોબેક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આમાં શ્રીદેવીને ઓળખવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.આ ફોટો પર ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું- ‘શ્રીદેવી જી,યંગ વન’. જ્યારે બીજાએ લખ્યું- ઓળખવું મુશ્કેલ થઈ રહ્યું છે.
29 સર્જરી કરવામાં આવી હતી
શ્રીદેવી પોતાની સુંદરતા પ્રત્યે ખૂબ જ ધ્યાન રાખતા હતા. તેથી તે સર્જરી કરાવતા હતા. તેને તેના પર 29 સર્જરી કરાવી હતી. જેમાં લેસર સ્કિન સર્જરી, સિલિકોન બ્રેસ્ટ કરેક્શન, બોટોક્સ, બોડી ટકીંગ, ફેસ લિફ્ટ અપ જેવી ઘણી સર્જરીઓ કરાવી હતી. મૃત્યુના થોડા દિવસો પહેલા તેણે હોઠની સર્જરી પણ કરાવી હતી. જે સર્જરી ફેલ ગઈ હતી અને તેના હોઠનો આકાર બગડી ગયો હતો. તેથી ડોક્ટરે તેને દવાનો વધુ ડોઝ આપ્યો હતો.શ્રીદેવી 24 ફેબ્રુઆરી 2018ના રોજ આ દુનિયા છોડી દીધી હતી. આજે પણ સુપરસ્ટાર તરીકે તેને યાદ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech